WT20 Challenge Final: સુપરનોવાસને હરાવી ટ્રેલબ્લેઝર્સ પ્રથમવાર બની ચેમ્પિયન
સુપરનોવાસે ટ્રેલબ્લેઝર્સને સ્મૃતિ મંધાના (68)ની ઈનિંગ છતાં 8 વિકેટ પર 118ના સ્કોર પર રોકી પરંતુ હરમનપ્રીત કૌરની ટીમ આટલા નાના લક્ષ્યને હાસિલ ન કરી શકી. સુપરનોવાસની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 102 રન બનાવી શકી હતી.
શારજાહઃ કેપ્ટન સ્મૃતિ મંધાના (68)ની શાનદાર ઈનિંગ બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી ટ્રેલબ્લેઝર્સે મહિલા ટી20 ચેલેન્જ (Women T20 Challenge Final)ના ફાઇનલ મુકાબલામાં સુપરનોવાસને 16 રને પરાજય આપ્યો છે. ટ્રેલબ્લેઝર્સે આ ટી20 ટૂર્નામેન્ટમાં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે.
શારજાહના નાના મેદાન પર સુપરનોવાઝે ટ્રેલબ્લેઝર્સને સ્મૃતિ મંધાના (68)ની ઈનિંગ છતાં 8 વિકેટ પર 118ના સ્કોર પર રોકી પરંતુ હરમનપ્રીત કૌરની ટીમ આટલા નાના લક્ષ્યને હાસિલ ન કરી શકી. સુપરનોવાસની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 102 રન બનાવી શકી હતી. સુપરનોવાસ માટે સ્પિનર રાધા યાદવે જરૂર 5 વિકેટ ઝડપી પરંતુ તેની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે.
સુપરનોવાઝે ટ્રેલબ્લેઝર્સને 118 રન પર રોક્યું
સ્મૃતિ મંધાનાની શાનદાર અડધી સદી છતાં સુપરનોવાસે રાધા યાદવની પાંચ વિકેટની મદદથી મહિલા ટી20 ચેલેન્જની ફાઇનલમાં ટ્રેલબ્લેઝર્સને 8 વિકેટ પર 118 રન બનાવવા દીધા. મંધાનાએ 49 બોલમાં 68 રન બનાવ્યા પરંતુ આ સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શકી નહીં. રાધા યાદવે 16 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. પૂનમ યાદવ અને શશિકલા સિરીવર્ધનેને એક-એક વિકેટ મળી હતી.
મંધાનાએ ફટકારી પ્રથમ અડધી સદી
ટ્રેલબ્લેઝર્સની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદી ફટકારી અને આ સીઝનનો ટોપ સ્કોર બનાવ્યો. તેણે પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા. મંધાના 38 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
રાધાનો પંચ, છેલ્લી ઓવરમાં પડી ચાર વિકેટ
સ્પિનર રાધા યાદવ આ ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની છે. રાધાએ 18મી ઓવરમાં બે અને છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. અંતિમ ઓવરમાં એક રનઆઉટ સાથે કુલ ચાર વિકેટ પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube