એન્ટીગા: વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય ટીમને હરાવીને ઈંગ્લેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો જે માથે પડ્યો. ભાતી આખી ટીમ 19.2 ઓવરોમાં માત્ર 112 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડે જીતવા માટેનો 113 રનનો લક્ષ્યાંક 17.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ફાઈનલમાં હવે રવિવારે તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. નતાલી સ્કીવર અને એમી જોન્સે હાફ સેન્ચ્યુરી ઠોકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર બે વિકેટ ગુમાવીને ઈંગ્લેન્ડની ટીમ જીતી
113 રનનો લક્ષ્યાંક ઈંગ્લેન્ડની ટીમે બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જેમાં એમી એલન જોન્સના 54 રન અને નતાલી સ્કીવરના 51 રન મુખ્ય હતાં. ઈંગ્લેન્ડે આ સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને 71 રને હરાવ્યું હતું. જ્યારે બીજી સેમી ફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું. 



ભારતીય ટીમ 112 રનમાં ઓલઆઉટ
ટોચ જીતીને પહેલા બેટિંગ કરનાર ભારતીય ટીમ 112 રનમાં ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડ માટે જીતનો રસ્તો સરળ બન્યો હતો. શરૂઆતના કેટલાક બેટ્સમેનોને બાદ કરતા સમગ્ર મેચ દરમિયાન નિયમિત સમયાંતરે ભારતની વિકેટો પડતી રહી. ભારતીય દાવમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 34 રન કર્યાં. ભારતની ટીમના ચાર ખેલાડી જ 10 રનની ઉપર પહોંચી શક્યાં. જેમાં સ્મૃતિ મંધાના (34), જેમિયા રોડ્રિગ્સ 926), કેપ્ટન હરમનપ્રીત કૌર (16) અને તાનિયા ભાટિયા (11) સામેલ છે. બાકીના તો 10 રનની અંદર જ આઉટ થઈ ગયા હતાં. 


ઈંગ્લેન્ડના મહિલા બોલરો રહ્યાં હાવી
ઈંગ્લેન્ડની મહિલા ટીમના બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું. 16મી 17મી અને 20મી ઓવરોમાં તે તેમણે 2-2 વિકેટો ઝટકી લીધી હતી. 16મી ઓવરમાં વેદા કૃષ્ણમૂર્તિ તથા કેપ્ટન હરમનપ્રીત કૌરની વિકેટ ગઈ, નેક્સ્ટ ઓવરમાં હેમલતા અને પાટિલ પેવેલિયન ભેગા થયા. જ્યારે છેલ્લી ઓવરના બીજા બોલ પર અરુંધતિ રેડ્ડી 6 રન બનાવીને આઉટ થઈ તો બીજા જ બોલ પર દીપ્તિ શર્માની વિકેટ ગઈ. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 3 વિકેટ હીદર નાઈટે લીધી અને ત્યારબાદ ક્રિસ્ટી ગોર્ડન અને સોફી એક્લેસ્ટને 2-2 વિકેટ ઝડપી. 


સીરીઝમાં શાનદાર રહ્યું ભારતીય ટીમનું પ્રદર્શન
નોંધનીય છે કે સમગ્ર સીરિઝ દરમિયાન ભારતીય ટીમનું પ્રદર્શન એકદમ શાનદાર રહ્યું હતું. દરેક મેચમાં એકતરફી પ્રદર્શન હતું. ભારતે પોતાના ગ્રુપની ચારેય મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જો કે ઈંગ્લેન્ડને 4માંથી 2માં જીત મળી હતી. અને એક મેચમાં હારનો સામનો થયો હતો. એક મેચ રમાઈ શકી નહતી. ઈંગ્લેન્ડે એક વર્ષ પહેલા ભારતની ટીમને વનડે વર્લ્ડ કપમાં ખિતાબ મેળવતા રોકી હતી.