Women's T20 World Cup : વિમેન્સ પ્રીમિયર લીગની ટીમ ગુજરાત જાયન્ટ્સે ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂની પર મોટો દાવ રમ્યો છે અને તેને 2 કરોડમાં ખરીદી છે. આની ઉજવણી કરતા આ ખેલાડીએ મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર અડધી સદી ફટકારી છે. બીજી તરફ યુપી વોરિયર્સની ટીમમાં સામેલ એલિસા હીલીએ પણ ઝડપી અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને મોટી જીત અપાવી છે. મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટિંગ ઓપરેશનમાં કોહલી-ગાંગુલી વિશે એ ખુલાસો...જેણે ક્રિકેટ જગતમાં મચાવી દીધો હડકંપ


શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાનો એકતરફી વિજય
મહિલા T20 વર્લ્ડ કપમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા સામે 113 રનનો ટાર્ગેટ આપ્યો. આ સ્કોરનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ અડધી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને 10 વિકેટે જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 15.5 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 113 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.


ZEE Media ના સ્ટિંગ ઓપરેશન Game Over બાદ ચેતન શર્માની પણ થઈ ગઈ 'ગેમ ઓવર'


કેવી રહી હતી શ્રીલંકાની બેટિંગ
શ્રીલંકા તરફથી હર્ષિતા માધવીએ 40 બોલમાં 34 જ્યારે વિશ્મી ગુણારત્નેએ 33 બોલમાં 24 રન બનાવ્યા હતા. ચમારી અટાપટ્ટુએ 16 બોલમાં 16 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મેગન શુટે 4 ઓવરમાં 24 રન આપ્યા અને 4 વિકેટ લીધી. ગ્રેસ હેરિસે 3 ઓવરમાં 7 રને 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. એલિસ પેરીએ 2 ઓવરમાં 14 રન આપ્યા અને 1 વિકેટ લીધી.


ચેતન શર્માએ ફિટનેસ માટેના ઈન્જેક્શન વિશે કરેલો એક એવો ખુલાસો....જેણે લીધો તેમનો ભોગ!


કેવી રીતે ઓસ્ટ્રેલિયન ટીમ જીતી
ઓસ્ટ્રેલિયન ટીમ મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. શ્રીલંકાના 113 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ઓપનર એલિસા હીલીએ 43 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે જ સમયે, બીજી ઓપનર બેથ મૂનીએ 53 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે એલિસા હિલી મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સ તરફથી રમશે અને તેને યુપીએ 70 લાખમાં ખરીદી છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સે બેથ મૂની પર 2 કરોડની બોલી બોલી હતી.