Chetan Sharma Game Over: ચેતન શર્માએ ખેલાડીઓ અને ઈન્જેક્શન વિશે કરેલો એક એવો ખુલાસો....જેણે લઈ લીધો તેમનો ભોગ?

ઝી મીડિયાના ઓપરેશન #gameover ની મોટી અસર જોવા મળી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા  ખુલાસા કર્યા હતા. જાણો ખેલાડીઓ અને ઈન્જેક્શન વિશે શું શું ખુલાસા કર્યા હતા. 

Chetan Sharma Game Over: ચેતન શર્માએ ખેલાડીઓ અને ઈન્જેક્શન વિશે કરેલો એક એવો ખુલાસો....જેણે લઈ લીધો તેમનો ભોગ?

ઝી મીડિયાના ઓપરેશન #gameover ની મોટી અસર જોવા મળી છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપ્યું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને આ મોકલી દીધુ હતું જે સ્વીકારી લેવાયું છે. ઝી મીડિયાએ એક ગેમ ઓવર કરીને એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારબાદ આ અસર જોવા મળી છે. ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા  ખુલાસા કર્યા હતા. જાણો ખેલાડીઓ અને ઈન્જેક્શન વિશે શું શું ખુલાસા કર્યા હતા. 

Chetan Sharma: BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અનફિટ હોવા છતાં પોતાને ફિટ કરે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફિટનેસ મેળવવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરી રહ્યા છે અને જે ડોપ ટેસ્ટમાં પણ પકડાતા નથી. ચેતન શર્માએ ઝી મીડિયાના છુપાયેલા કેમેરામાં આ બધું જાહેર કર્યું.

ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયામાં ઈન્જેક્શનની મદદથી અનફિટ ખેલાડીઓ પણ ફિટ થઈ રહ્યા છે. જે ક્રિકેટર 100 ટકા ફિટ નથી તે પણ ટીમમાં રહેવા માટે ઈન્જેક્શન લઈને 100 ટકા ફિટનેસ સાબિત કરી રહ્યા છે.

ચેતન શર્માના કહેવા પ્રમાણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ જાણે છે કે કયું ઈન્જેક્શન ડોપમાં આવશે અને કયું નહીં. ચેતન શર્માનો દાવો છે કે ટીમ ઈન્ડિયાની નકલી ફિટનેસ ગેમમાં ક્રિકેટના મોટા સુપરસ્ટાર્સ સામેલ છે.

ચેતન શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર કહ્યું, 'આ તો એવા બદમાશ છે, ચુપચાપ ખૂણામાં જઈને ઈન્જેક્શન લઇને કહેશે કે અમે ફિટ છીએ સર.'

એટલે કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં રહેવા માટે ખેલાડીઓ એ બધું કરી રહ્યા છે જે રમતના નિયમો અનુસાર માન્ય નથી. જે ખેલદિલીથી દૂર છે. જે રમતગમતની દુનિયામાં છેતરપિંડી ગણાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news