બેંગલુરૂઃ આઈપીએલ દરમિયાન યોજાનારા મહિલા ટી20 પ્રદર્શની મેચોનું આયોજન પ્લેઓફ દરમિયાન કરવામાં આવી શકે છે, કારણ કે કાર્યક્રમ અનુસાર માત્ર આ સમય ખાલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના એક અધિકારીએ પૂર્વમાં કહ્યું હતું કે મેચોનું આયોજન સાંજે સાત કલાકથી કરાવી શકાય છે, જેથી વધુમાં વધુ લોકોનું ધ્યાન ખેંચી શકે. 


બોર્ડના એક અધિકારીએ સોમવારે પીટીઆઈને કહ્યું, ગત વર્ષની જેમ અમારી પાસે માત્ર પ્લેઓફ દરમિયાન જ સમય છે પરંતુ બાકી ચૂંટણીની તારીખો પર આધાર રાખે છે. 


રાદુ એલ્બોટે ડેલરે બીચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું, એટીપી ટૂર્નામેન્ટ જીતનાર મોલ્દોવાનો પ્રથમ ખેલાડી

ગત વર્ષે સુપરનોવા અને ટ્રેલબ્લેજર્સ વચ્ચે મેચ બપોરે 2 કલાકે શરૂ થયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઓછા દર્શકો પહોંચ્યા હતા. આ મેચમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, મેગ લૈનિંગ, એલિસ પેરી અને સૂઝી બેટ્સ જેવા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને તે રોમાંચક પણ રહી હતી. પરંતુ પુરૂષ આઈપીએલ પ્લેઓફ પહેલા રમાઇ છતાં લોકોએ તેમાં ઓછો રસ દાખવ્યો હતો. 


IND vs AUS: જસપ્રીત બુમરાહે કર્યો ઉમેશનો બચાવ, કહ્યું- જરૂરી નથી અંતિમ ઓવરમાં જીત અપાવે

અધિકારીએ કહ્યું, અમે ચૂંટણી પંચ પાસેથી સામાન્ય ચૂંટણીના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાતની રાહ જોઈ રહ્યાં છીએ અને ત્યારબાદ અમે મહિલાઓના મેચોના કાર્યક્રમને અંતિમ રૂપ આપીશું. 


તેમણે કહ્યું, આ મેચોનું આયોજન દિવસે કરવાની જગ્યાએ જ્યારે આઈપીએલની મેચ ન હોય ત્યારે સાંજે સાત કલાકે યોગ્ય રહેશે. દિવસે વધુ દર્શકો મેચ જોઈ શકતા નથી.