રાદુ એલ્બોટે ડેલરે બીચ ઓપનનું ટાઇટલ કબજે કર્યું, એટીપી ટૂર્નામેન્ટ જીતનાર મોલ્દોવાનો પ્રથમ ખેલાડી
એલ્બોટે ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ ઇવાન્સને 3-6, 6-3, 7-6(7)થી પરાજય આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ મોલ્દોવાના રાદુ એલ્બોટે ડેલરે બીચ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. તે એટીપી ટૂર્નામેન્ટ જીતનારો દેશનો પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે. એલ્બોટે ફાઇનલમાં બ્રિટનના ડેનિયલ ઇવાન્સને 3-6, 6-3, 7-6(7)થી પરાજય આપ્યો હતો. એલ્બોટ વર્લ્ડ રેન્કિંગમાં 82 અને ઇવાન્સ 148માં સ્થા છે. ફાઇનલ જીત્યા બાદ એલ્બોટે કહ્યું, આ અશ્વિસનીય છે. તમે જીવનમાં ઘણું કામ કર્યા બાદ એક ટૂર્નામેન્ટ જીતો તે શાનદાર હોય છે. તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હોય છે.
History made! 🇲🇩🏆👏@RaduAlbot defeats Dan Evans 3-6, 6-3, 7-6(7) to become the first player from Moldova to win an #ATPTour title!
📸: Andrew Patron/CameraSport pic.twitter.com/2I0km8J5eb
— Delray Beach Open (@DelrayBeachOpen) February 25, 2019
બે કલાક 51 મિનિટ ચાલી ફાઇનલ
વરસાદને કારણે ફાઇનલ મેચ 56 મિનિટ મોડો શરૂ થયો હતો. પ્રથમ સેટ 3-6થી હાર્યા બાદ એલ્બોટે બીજા સેટમાં વાપસી કરી હતી. તેણે બીજો સેટ 6-3થી પોતાના નામે કરી લીધો હતો. ત્રીજો સેટ ટાઇબ્રેકર સુધી પહોંચ્યો હતો. તેમાં એલ્બોટે 7-6(7)થી જીતી લીધો હતો. આ મેચ 2 કલાક 51 મિનિટ સુધી ચાલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે