શારજાહઃ Women's T20 Challenge 2020: યૂએઈના શારજાહમાં વુમેન્ટ ટી20 ચેલેન્જ 2020ના મુકાબલા ચાલી રહ્યાં છે. આ ટૂર્નામેન્ટની ત્રીજી સીઝનની બીજી મેચમાં વેલોસિટીનો સામનો ટ્રેલબ્લેઝર્સ સામે હતો. આ મેચમાં સ્મૃતિ મંધાનાની ટીમે મિતાલી રાજની આગેવાની વાળી ટીમને કારમો પરાજય આપ્યો છે. વેલોસિટીએ આ મેચમાં 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે આ ટૂર્નામેન્ટ રોમાંચક બની ગઈ છે, કારણ કે હવે છેલ્લી મેચ બાદ તે વાતનું પરિણામ સામે આવશે કે કઈ બે ટીમ વુમેન્સ આઈપીએલ 2020ની ફાઇનલમાં ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની પ્રથમ મેચમાં વેલોસિટીએ સુપરનોવાઝને 5 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં સ્મૃતિ મંધાનાની આગેવાની વાળી ટીમ ટ્રેલબ્લેઝર્સ વિરુદ્ધ મિતાલી રાજની આગેવાની વાળી વેલોસિટીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી, પરંતુ ટીમ માત્ર 47 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ટ્રેલબ્લેઝર્સે 7.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ રીતે ટ્રેલબ્લેઝર્સને પ્રથમ મોટી જીત 9 વિકેટે મળી. આ મેચમાં જીત બાદ ટીમની નેટ રનરેટ પણ સારી થઈ ગઈ, જે તેને ફાઇનલમાં પહોંચવા માટે કામ લાગશે. 


IPL 2020 Playoffs: આજે દિલ્હીની સામે મુંબઈ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન  


24 કલાક કરતા ઓછા સમયમાં વેલોસિટીની ટીમે બે મેચ રમી. બુધવારે વેલોસિટીએ સુપરનોવાઝ વિરુદ્ધ ભારતીય સમયાનુસાર સાંજે સાડા સાત કલાકે મેચ રમી, જેમાં ટીમને જીત મળી હતી. જ્યારે ગુરૂવારે રમાયેલી મેચમાં વેલોસિટીએ હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે આશરે 22 કલાકની અંદર મિતાલીની ટીમે હાર અને જીતનો સ્વાદ ચાખવો પડ્યો છે. 


આ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા વેલોસિટીએ 15.1 ઓવરમાં બધી વિકેટ ગુમાવી 47 રન બનાવ્યા હતા. ટીમ માટે સૌથી મોટી ઈનિંગ શેફાલી વર્માએ રમી, જેણે 9 બોલમાં 13 રન બનાવ્યા. તો લી કાસપેરેક 11 રન બનાવી અણનમ રહી, જ્યારે શિખા પાંડેએ 10 રન બનાવ્યા હતા. ટ્રેલબ્લેઝર્સ તરફથી સોફી એકલેસ્ટને 3.1 ઓવરમાં 9 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે 2-2 વિકેટ ઝુલન ગોસ્વામી અને રાજશ્વરી ગાયકવાડે પોતાના નામે કરી હતી. એક સફળતા દીપ્તિ શર્માને મળી હતી. બીજીતરફ 48 રનના જવાબમાં ટ્રેલબ્લેઝર્સ તરફથી 28 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 29 રનની ઈનિંદ દીનદ્રા ડોટિને રમી. રિચા ઘોષ 13 રન બનાવી અમનમ રહી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર