નવી દિલ્લીઃ 4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં ICC મહિલા વનડે વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 6 માર્ચે પાકિસ્તાન સામે થશે. ICC મહિલા વનડે વર્લ્ડ કપની 4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં શરૂઆત થવાની છે.. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઈન્ડિંઝ વચ્ચે રમાશે.. ગત વખતની રનરઅપ ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 7 માર્ચથી કરશે.. 2017માં રમાયેલી મહિલા વનડે મેચમાં વર્લ્ડ કપના ફાઈનલમાં ઈંગ્લેન્ડ સમક્ષ ભારતની 9 રનથી હાર થઈ હતી.. ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતની પ્રથમ મેચ પકિસ્તાનની સામે હશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિતાલી રાજની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 21 દિવસમાં 7 ટીમના વિરૂદ્ધમાં 7 મેચ રમશે... મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા ઘણા સમયથી ન્યૂઝીલેન્ડમાં છે.. વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડની સાથે ભારતે 5 વનડે મેચ રમ્યા હતા.. જોકે આ સિરીઝમાં ભારતને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.. સિરીઝમાં હાર બાદ હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં પોતાનો જોર લગાવશે..

વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો શેડ્યૂલ:
6 માર્ચ             ભારત-પાકિસ્તાન        માઉન્ટ માંગાનુઈ 10 માર્ચ           ભારત-ન્યૂઝિલેન્ડ         હેમિલ્ટન 12 માર્ચ           ભારત-વેસ્ટઈન્ડિઝ      હેમિલ્ટન 16 માર્ચ           ભારત-ઈંગ્લેન્ડ             માઉન્ટ માંગાનુઈ 19 માર્ચ           ભારત-ઓસ્ટ્રેલિયા        ઓકલેન્ડ 22 માર્ચ           ભારત-બાંગ્લાદેશ         હેમિલ્ટન 27 માર્ચ            ભારત-સાઉથ આફ્રિકા   ક્રાઈસ્ટચર્ચ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ- મિતાલી રાજ(કેપ્ટન), હરમનપ્રીત કૌર(વાઈસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દિપ્તી શર્મા, ઋચા ઘોષ(વિકેટ કિપર), ઝૂલન ગોસ્વામી, સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર, પૂજા વસ્ત્રકાર, તાનિયા ભાટિયા, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ