નવી દિલ્હીઃ યજમાન ઈંગ્લેન્ડને ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયાના એક મહિના પહેલા ડોપિંગનો ડંખ લાગી ગયો છે. તેણે વિશ્વ કપની ટીમમાં પસંદ કરેલા ઓપનર એલેક્સ હેલ્સને બહારનો રસ્તો દેખાડી દીધો છે. એલેક્સ હેલ્સ થોડા દિવસ પહેલા ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો. ત્યારબાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી)એ તેને 21 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો હતો. પરંતુ પૂર્વ ક્રિકેટરથી લઈને પ્રશંસકો સુધી ઈસીબીની આ કાર્યવાહીથી અસંતુષ્ટ હતા. તે આકરી કાર્યવાહીની માગ કરી રહ્યાં હતા. આઈસીસી વિશ્વ કપ 30 મેથી શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસીબીએ એલેક્સ હેલ્સને વિશ્વ કપની ટીમમાંથી બહાર કરવાની જાણકારી એક નિવેદન જાહેર કરીને આપી છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે ઈસીબીએ કહ્યું, 'ઈસીબીના મેનેજિંગ ડાયરેક્ટર (પુરૂષ ક્રિકેટ) એશલે જાઇલ્સ અને પસંદગીકાર એડ સ્મિથે આ વિશે નિર્ણય લીધો છે.' તેમણે નક્કી કર્યું કે, હેલ્સ વિશ્વ કપની ટીમમાં ન હોવો જોઈએ. તેના વિશ્વ કપની ટીમમાં રહેવાથી બિનજરૂરી વિવાદ પેદા થશે, જેથી ટીમનું ધ્યાન ભટકી શકે છે. અમે નથી ઈચ્છતા કે વિશ્વ કપ પહેલા કે દરમિયાન આવો કોઈ વિવાદ ટીમને નુકસાન પહોંચાડે. 


IPLમાં કોહલીની ટીમનો શરમજનક રેકોર્ડ, બની પ્રથમ ભારતીય ટી-20 ટીમ


30 વર્ષના એલેક્સ હેલ્સને પાકિસ્તાન સામે રમાનારી સિરીઝમાંથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. તેથી તે હવે આ મેચ માટે આયર્લેન્ડ જશે નહીં. તેના સ્થાને ટીમમાં બીજા ખેલાડીને સ્થાન આપવામાં આવશે. એલેક્સ હેલ્સે 70 વનડે, 60 ટી20 અને 10 ટેસ્ટ મેચ રમી છે. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં રહી ચુક્યો છે. 


IPL 2019: પ્લેઓફ અને ફાઇનલના કાર્યક્રમમાં થયો ફેરફાર, હવે આ સમયે શરૂ થશે મેચ 

એલેક્સ હેલ્સ ડોપ ટેસ્ટમાં ફેલ થયા બાદ પૂર્વ ક્રિકેટર માઇકલ વોને તેને વિશ્વ કપની ટીમમાંથીહટાવવાની માગ કરી હતી. તેમણે ટ્વીટ કહ્યું હતું, 'એલેક્સ હેલ્સે જે પણ કર્યું તેના માટે કોઈ સહાનુભૂતિ નથી.' તે બીજી વખત ડ્રગ ટેસ્ટમાં ફેલ થયો છે. તેને વિશ્વકપની ટીમમાં સ્થાન ન આપવું જોઈએ.