દુબઈઃ પ્રથમવાર આઈસીસી વિશ્વ કપમાં તમામ 10 ટીમોની પાસે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રહેશે, જેથી ટૂર્નામેન્ટનો પાક સાફ રાખી શકાય. ડેલી ટેલિગ્રાફના રેપોર્ટ અનુસાર આઈસીસી દરેક ટીમની સાથે એક ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રાખશે જે પ્રેક્ટિસ મેચોથી લઈને ટૂર્નામેન્ટના અંત સુધી સાથે રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવામાં આવ્યું, 'આ પહેલા આઈસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમના અધિકારી દરેક વેન્યૂ પર તૈનાત રહેતા હતા. આ કારણે ટીમોએ ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા અધિકારીઓ સાથે સંપર્ક કરવો પડતો હતો.'


તેમાં કહેવામાં આવ્યું, 'હવે એક જ અધિકારી દરેક ટીમની સાથે પ્રેક્ટિસ મેચથી લઈને ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને તે હોટલમાં રોકાશે જ્યાં ટીમ રોકાશે. તેની સાથે પ્રેક્ટિસ અને મેચો માટે પણ જશે. આ વિશ્વ કપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઈસીસીની કાર્યવાહીનો ભાગ છે.'


વિશ્વ કપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે.


વિશ્વ કપ-2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ


25 મેઃ (પ્રેક્ટિસ મેચ) ભારત vs ન્યૂઝીલેન્ડ, ઓવલ


28 મેઃ (પ્રેક્ટિસ મેચ) ભારત vs બાંગ્લાદેશ, કાર્ડિફ


.......................................


1. ભારત vs સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન - 5 જૂન


2. ભારત vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ - 9 જૂન


3. ભારત vs ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ - 13 જૂન


4. ભારત vs પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 16 જૂન


5. ભારત vs અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન - 22 જૂન


6 ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ - 27 જૂન


7. ભારત vs ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન - 30 જૂન


8. ભારત vs બાંગ્લાદેશ, એઝબેસ્ટન - 2 જુલાઈ


9. ભારત vs શ્રીલંકા, લીડ્સ - 6 જુલાઈ 
.......................................


9 જુલાઈઃ સેમીફાઇનલ 1, ઓલ્ડ ટ્રૈફર્ડ


11 જુલાઈઃ સેમીફાઇનલ 2, એઝબેસ્ટન


14 જુલાઈઃ ફાઇનલ, લોર્ડ્સ