માનચેસ્ટરઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીનું કહેવું છે કે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સામનો કહવો હવે લગભગ અશક્ય થઈ ગયો છે. બુમરાહે ભારત માટે અત્યાર સુધી સૌથી વધુ 17 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી રેટ (4.48) 20 કે તેથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં સૌથી સારો રહ્યો છે અને 8 મેચોમાંથી લગભગ દરેક મેચમાં તેણે પોતાની બોલિંગની છાપ છોડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહ અને ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક છે, જેના નામે 26 વિકેટ છે. ત્યારબાદ બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન છે, જેણે 20 વિકેટ ઝડપી છે. પરંતુ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 


ભારતે હવે સેમિફાઇનલમાં મંગળવારે ન્યૂઝીલેન્ડનો સામનો કરવાનો છે અને વિટોરીએ આ મેચ પહેલા કહ્યું કે, બ્લેક કેપ્સના નામથી જાણીતી ન્યૂઝીલેન્ડ ટીમ માટે મોટો ખતરો બુમરાહ છે, જેની પાસે ટ્રેન્ટ બોલ્ટની જેમ બોલિંગમાં વિવિધતા છે. 


વિટોરીએ કહ્યું, 'જસપ્રીત બુમરાહને હાલમાં રમવો ઘણો મુશ્કેલ થઈ ગયો છે. તેવામાં જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતની સાથે સેમિફાઇનલ રમવાની છે, તો તેણે સૌથી વધુ ખતરો બુમરાહનો છે. બુમરાહનો સામનો આક્રમક રીતે કરવો પડશે, બાકી તે તક મળતા ટીમ પર હાવી થઈ જશે.'

વર્લ્ડ કપ 2019: સેમિફાઇનલમાં મજબૂત છે ટીમ ઈન્ડિયા, જાણો- અંતિમ ચારમાં કઈ ટીમની શું છે સ્થિતિ 


વિટોરીએ કહ્યું કે, બુમરાહની જેમ બોલ્ટ પણ ભારત માટે ખતરો સાબિત થઈ શકે છે કારણ કે તેની બોલિંગમાં ઘણી વિવિધતા છે.