લંડનઃ વિશ્વકપ-2019ના ઉદ્ઘાટન મેચમાં યજમાન ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 311 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 39.5 ઓવરમાં 207 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ડિ કોકે સૌથી વધુ 68 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમલા રિટાયર્ડ હર્ટ
સાઉથ આફ્રિકા માટે હાશિમ અમલા અને ડિ કોકે ઈનિંગની શરૂઆત કરી હતી. પરંતુ ઈનિંગની ચોથી ઓવરમાં જોફ્રા આર્ચરનો એક બોલ અમલાના હેલ્મેટ પર લાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને મેદાન છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ એડમ માર્કરામ (11)ને જોફ્રા આર્ચરે ડો રૂટના હાથે કેચ કરાવીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ જોફ્રાએ ફાફ ડુ પ્લેસિસ (5)ને આઉટ કરીને આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. 


ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનોએ ફટકારી અડધી સદી
ઈંગ્લેન્ડ તરફતી કુલ ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. જેમાં જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સનો સમાવેશ થાય છે. જેસન રોયે 53 બોલમાં 8 ચોગ્ગાની મગગથી 54 રન બનાવ્યા હતા. તો રૂટે 59 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 51 રન ફટકાર્યા હતા. મોર્ગન 60 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 57 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ 89 રન બનાવ્યા હતા. 


ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ ઓવરના બીજા બોલ પર ઝટકો લાગ્યો હતો. જોની બેયરસ્ટો (0)ને ઇમરાન તાહિરે વિકેટકીપર ડિ કોકના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે 1 રન પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રૂટ અને જેસન રોયે બીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ સ્ટોક્સ અને મોર્ગને ચોથી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. 


ત્યારબાદ જોસ બટલર (18) રન બનાવી લુંગી એન્ડિગીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોઇન અલી (3) રન બનાવી આઉટ થયો હતો. ક્રિસ વોક્સ 13 રન બનાવી આઉટ થયો હતો. 

યજમાનનો દાવો મજબૂત
ઈંગ્લેન્ડની ટીમ પાછલા વિશ્વકપમાં ભલે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદથી તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેની મદદથી ટીમ અત્યારે વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. આ ચાર વર્ષ દરમિયાન તેણે ઘણા વિશાળ સ્કોર બનાવ્યા જેમાં 481 રનનો રેકોર્ડ સ્કોર પણ સામેલ છે. એટલું જ નહીં તેણે સાબિત કર્યું કે, કોઈ મોટા સ્કોરનો પીછો કરવો મુશ્કેલ નથી. 


બેટ્સમેન વિરુદ્ધ બોલર
આ મુકાબલો મુખ્ય રૂપથી ઈંગ્લેન્ડના બેટ્સમેન અને સાઉથ આફ્રિકાના બોલર વચ્ચે હશે. ઈંગ્લેન્ડની પાસે જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયાન મોર્ગન અને જોસ બટલરની સાથે જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ અને મોઇન અલી જેવા ઓલરાઉન્ડર છે રન બનાવી શકે છે તો સાઉથ આફ્રિકાની પાસે પણ કગિસો રબાડા અને ઇમરાન તાહિર જેવા ચતુર બોલર છે જેની સામે રન બનાવવા વિપક્ષી બેટ્સમેનો માટે આસાન રહેશે નહીં. 


ઈંગ્લેન્ડની ટીમઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન, જોસ બટલર, બેન સ્ટોક્સ, મોઇન અલી, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, ક્રિસ વોક્સ, લિયામ પ્લંકેટ.  


સાઉથ આફ્રિકા ટીમઃ હાશિમ અમલા, ડિ કોક, એડન માર્કરમ, ફાફ ડુ પ્લેસિસ, વાન ડાર ડસન, જેપી ડ્યુમિની, એન્ડિલે ફેહલુકવાયો, ડેવાઇન પ્રીટોરિયસ, કગિસો રબાડા, લુંગી એન્ગિડી, ઇમરાન તાહિર.