નવી દિલ્હીઃ વિશ્વકપમાં આજે આફ્રિકા વિરુદ્ધ મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહેલી ભારતીય ટીમ માટે શરૂઆતી 3 મેચ ખુબ મહત્વના છે. આ મેચોનું પરિણામ ઘણી હદ સુધી આ વિશ્વકપમાં ભારતની આગળની સફર નક્કી કરશે. સાઉથ આફ્રિકા માટે હાલની ટીમમાં ભારત વિરુદ્ધ ટોપ પરફોર્મર બોલર ડેલ સ્ટેન ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, તેવામાં ભારતને તેનો ફાયદો મળવાની આશા છે. આવો જાણીએ અમે શું કામ કહી રહ્યાં છીએ કે ટીમ ઈન્ડિયા માટે શરૂઆતી ત્રણ મેચ ખુબ મહત્વના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતી 3 મુકાબલા નક્કી કરશે સેમીફાઇનલની ટિકિટ!
આ વખતે વિશ્વકપનું ફોર્મેટ થોડું કઠિન છે. લીગ સ્ટેજમાં દરેક ટીમે 9-9 મેચ રમવાની છે. તેમાંથી 6 મેચ જે ટીમ જીતશે, તેની સેમીફાઇનલની ટિકિટ નક્કી થઈ જશે. ભારતના શરૂઆતી 3 મુકાબલા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમો સામે છે. જો ટીમ ઈન્ડિયા ત્રણ મેચ જીતે અથવા તેમાંથી ઓછામાં ઓછા બે મુકાબલામાં જીતે તો તેની સેમીફાઇનલની રાહ આસાન થઈ જસે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાએ પ્રારંભની સાથે જીત માટે જી જાન લગાવવી પડશે. 


જો શરૂઆતી ત્રણ મેચ હારે ત્યારે...
જો ટીમ ઈન્ડિયા શરૂઆતી 3 મેચો ચુકી ગઈ તો સેમીફાઇનલમાં પહોંચવા માટે તેણે આગામી છ મેચ જીતવી પડશે. એટલું જ નહીં, ત્યારે ભારતે અફગાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી અપેક્ષાકૃત નબળી ગણાતી ટીમો વિરુદ્ધ વિશાળ અંતરથી જીત હાસિલ કરવી પડશે. પરંતુ તે આસાન  રહેશે નહીં કારણ કે આ ટીમો કોઈપણ ટીમને કોઈપણ દિવસે ચોંકાવવાની ક્ષમતા ધરાવે છે. 


World Cup 2019: આજથી ભારતના અભિયાનનો પ્રારંભ, આફ્રિકા સામે ટક્કર


ભારતે ટોપ પર રહેવાની જરૂર
કેપ્ટન વિરાટ કોહલી એન્ટ ટીમ ચોક્કસપણે પોતાની સિદ્ધિઓની યાદીમાં વિશ્વકપની ટ્રોફી રાખવા ઈચ્છશે. તે માટે લીગ સ્ટેજમાં પણ શાનદાર પ્રદર્શનની જરૂર હશે. લીગ સ્ટેજમાં નંબર વન પર રહેનારી ટીમનો સેમીફાઇનલ મુકાબલો ચોથા નંબર પર રહેનારી ટીમ સામે થશે. આ રીતે નંબર બે પર રહેનારી ટીમ નંબર ત્રણની ટીમ સામે ટકરાશે. તેવામાં ભારતનો પ્રયત્ન લીગ સ્ટેજમાં ટોપ પર રહેવા પર હશે જેથી સેમીફાઇનલમાં મજબૂત ટક્કરના આમના-સમનાથી બચી શકાય.