World Cup 2019: ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ છે વિશ્વ કપના 3 સૌથી મજબૂત દાવેદારઃ ઇયાન બેલ
આઈસીસી વનડે વિશ્વકપ આગામી વર્ષે 30 મેથી ઈંગ્લેન્ડમાં રમાશે. ફાઇનલ મેચ 14 જુલાઈએ યોજાશે.
લંડનઃ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઇયાન બેલે આગામી વર્ષે યોજાનારા વિશ્વકપ માટે પોતાના દેશ સિવાય ભારત અને પાકિસ્તાનને જીતના દાવેદાર ગણાવ્યા છે. ઈયાન બેલ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં 2015મા યોજાયેલા વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. પરંતુ તેની ટીમ વિશ્વકપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર નિકળી ગઈ હતી.
આગામી વિશ્વ કપ 30 મે 2019થી ઈંગ્લેન્ડમાં રમાવાનો છે. આ વિશ્વકપમાં વિશ્વની ટોપ-10 ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભારતનો પ્રથમ મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે છે. ઈંગ્લેન્ડ પણ પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે. આ મેચ 30 મેએ રમાશે. પાકિસ્તાનનો પ્રથમ મેચ 30 મેએ છે. તે પોતાના અભિયાનની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થશે.
IND vs AUS: જુઓ, ઉસ્માન ખ્વાજાએ પકડ્યો વિરાટ કોહલીનો શાનદાર કેચ
ભારત મજબૂતીથી ઉભરી રહ્યું છે
ઇયાન બેલે સ્કાઈ સ્પોર્ટ્સને કહ્યું, લોકો કહી રહ્યાં છે કે તે (ઈંગ્લેન્ડ) વિશ્વકપનું દાવેદાર છે. પરંતુ ભારત તેમાં ખૂબ મજબૂતીથી ઉભરી રહ્યું છે. બીજી તરફ જે રીતે આપણે ગત ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોઈ ચુક્યા છીએ કે પાકિસ્તાનનીટ ટીમ ખતરનાક છે. તેની ટીમમાં ઘણા મેચ વિનિંગ ખેલાડી છે. તેવામાં મને લાગે છે કે, વિશ્વકપમાં ખૂબ રોમાંચ થવાનો છે. પરંતુ હું કહું તો મને ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ભારત જ ટાઇટલના દાવેદાર લાગી રહ્યાં છે.
પાંચમી વખત યજમાની કરશે ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડની ટીમ પાંચમી વખત વિશ્વકપની યજમાની કરી રહી છે. આ પહેલા ત્રણ વિશ્વકપ (1975, 1979, 1983)ની યજમાની કરી હતી. ત્યારબાદ 1999માં પણ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમાયો હતો. આ રીતે તે સૌથી વધુ વખત વિશ્વકપની યજમાની કરનાર દેશ છે. પરંતુ તેના નામે એકપણ વિશ્વકપ ટાઇટલ નથી. તે ત્રણ વખત ફાઇનલમાં પહોંચી ચુકી છે.
INDvsAUS: કેએલ રાહુલ ફરી ફ્લોપ, 71 દિવસથી નથી ફટકારી અડધી સદી
ભારતે બે, પાકે એક વખત ટાઇટલ જીત્યું
ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો આ બંન્ને દેશ વિશ્વકપ જીતી ચુકી છે. ભારત પ્રથમવાર 1983મા કપિલ દેવની આગેવાની અને બીજી વખત મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં વિશ્વકપ જીત્યો હતો. પાકિસ્તાને 1992મા ઇમરાન ખાનની આગેવાનીમાં વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. તે 1999મા ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગયું હતું. ભારત 2003મા પણ ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેનો પરાજય થયો હતો.