નવી દિલ્હીઃ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આ સમયે વિશ્વના તે બેટ્સમેનોમાંથી એક છે, જેનું નામ સાંભળતા જ મહાનથી મહાન બોલર પણ તેની સાથે બોલિંગ કરતા ડરે છે. પરંતુ એક સમય એવો પણ હતો, જ્યારે ક્રિકેટની દુનિયામાં પગ મુક્યાના થોડા સમય બાદ તેને લાગ્યું કે કરિયર સમાપ્ત થવાનું છે. ક્રિકેટ સાથે તેની સફર અહીં સુધી હતી, પરંતુ તે વાત અલગ છે કે આજે દુનિયાના સૌથી મહાન બેટ્મસેનોમાં તેની ગણના થાય છે. પોતાના સૌથી દબાવપૂર્ણ સમય વિશે જણાવતા તેણે આશરે 10 વર્ષ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચનો ઉલ્લેખ કરતા તેને જીવનનો સૌથી ખરાબ સમય ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન પોતાના સૌથી હાઈ-પ્રેશર વાળી મૂમેન્ટ વિશે વાત કરતા વિરાટે જણાવ્યું કે, 2009માં પાકિસ્તાન વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમય મારા માટે સૌથી દબાવભરી સ્થિતિ હતી. તે સમયે હું જ્યારે ક્રીઝ પર આવ્યો તો ખુબ ખરાબ શોટ રમ્યો, જ્યારબાદ સવારે 6 વાગ્યા સુધી સુઈ ન શક્યો. તે દિવસે મને લાગી રહ્યું હતું કે મારૂ કરિયર બસ અહીં પૂરૂ થઈ ગયું અને હવે ક્યારેય ક્રિકેટ રમી શકીશ નહીં. આ અનુભવ સૌથી ખરાબ હતો, આ પહેલા મેં ક્યારેવ આવો અનુભવ કર્યો નહતો. 



મહત્વનું છે કે સેન્ચુરિયનમાં 2009માં પાકિસ્તાન વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારબાદ ભારતે પાકિસ્તાન સામે 54 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો તેણે પાકિસ્તાન સામે રમેલી સૌથી યાદગાર ક્ષણ વિશે વાત કરતા જણાવ્યું કે, 2011ના વિશ્વકપની સેમીફાઇનલ મેચમાં નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભો હતો અને મેં વહાબ રિયાઝ અને આફ્રિદીની વાત સાંભળી લીધી. તે ખુબ યાદગાર ક્ષણ હતી, પરંતુ તે બંન્ને શું વાતચીત થઈ, તે વિશે અત્યારે કશું જણાવી શકું તેમ નથી.