લંડન : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (M S Dhoni) એ રવિવારે પોતાનો 38મો જન્મદિવસ મનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓનો જાણે વરસાદ થયો હતો. જોકે વર્તમાન વર્લ્ડ કપ 2019 દરમિયાન ધોનીની ધીમી બેટીંગને પગલે કેટલાક ટીકાકારોને તે ભોગ બની રહ્યો છે. આ ટીકાઓ વચ્ચે એક અટકળ એવી પણ સામે આવી છે કે, આ વિશ્વકપ પછી ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. જોકે ધોની સાથે લાંબા સમયથી જોડાયેલ એક મિત્ર અને મેનેજર અરૂણ પાંડેનું કહેવું છે કે, ટીમ ઇન્ડિયા (Team India) ને સફળતાના ઉંચા શિખરે બેસાડનાર ધોની આજે પણ ટીકાકારોનું મોં બંધ કરવાની ક્ષમતા ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુભેચ્છા આપતાં પાંડેએ શું કહ્યું?
ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં પાંડેએ કહ્યું કે, હું મારા મિત્ર અને દિગ્ગજ ક્રિકેટર એમ એસ ધોની પર બનેલ ગીત બેસબ્રિયાથી શરૂઆત કરવા ઇચ્છુ છું કારણ કે એમાં ધોનીના ઉતાર ચઢાવને સારી રીતે બતાવાયા છે. જે સંઘર્ષ, સફળતા અને ટીકાઓથી ભરેલી છે. વિશ્વકપમાં ધીમી બેટીંગને કારણે ધોની ટીકાનો ભોગ બન્યો છે અને એવું કહેવાઇ રહ્યું છે કે આ ટુર્નામેન્ટ બાદ તે ક્રિકેટથી સંન્યાસ લઇ શકે છે. 


લેટેસ્ટ ખેલ સમાચાર જાણવા ક્લિક કરો