નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા રહેલા વિશ્વ કપની ફાઇનલ મેચમાં પણ લોર્ડ્સ સ્ટેડિયમનો વિસ્તાર નો ફ્લાય ઝોન રહેશે. આ પહેલા ભારતની વિશ્વ કપ મેચમાં સ્ટેડિયમ ઉપરથી રાજકીય સંદેશ ફેલાવવાના ઈરાદાથી વિમાન પસાર થયા હતા, ત્યારબાદ બીસીસીઆઈએ તેની ટીકા કરી હતી અને આઈસીસીને તેના પર કાર્યવાહી કરવાનું કહ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારે તરફથી થઈ રહેલી ટીકા બાદ આઈસીસીએ તત્કાલ કાર્યવાહી કરતા ભારતના મુકાબલામાં સ્ટેડિયમને નો ફ્લાઇ ઝોન જાહેર કર્યું હતું. પરંતુ ભારત આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચુક્યું છે. તેમ છતાં આઈસીસી પ્રમાણએ લોર્ડ્સમાં 14 જુલાઈ અને 15 જુલાઈએ (રિઝર્વ ડે)એ રમાનારી ફાઇનલ મેચમાં પણ સ્ટેડિયમને નો ફ્લાઈ ઝોન રાખવામાં આવ્યું છે. 


આ પહેલા એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ દરમિયાન સ્ટેડિયમ ઉપરથી એક વિમાન પસાર થયું હતું, જેના પર એક બેનર હતું અને તેના પર લખ્યું હતું, 'વિશ્વએ બલૂચિસ્તાનનો અવાજ ઉઠાવવો જોઈએ.'


આઈસીસીએ કહ્યું હતું, 'આઈસીસી વિશ્વ કપમાં અમે કોઈપણ પ્રકારના રાજકીય સંદેશની નિંદા કરીએ છીએ. વિશ્વ કપને રાજકીય વિરોધ માટે એક મંચના રૂપમાં ઉપયોગ કરવાથી રોકવા માટે અમે પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન સ્થાનીક પોલીસની સાથે મળીને કામ કર્યું છે.'

ડેનિયલ વિટોરી બોલ્યો- નવો ચેમ્પિયન બનવાથી વિશ્વ કપ ફાઇનલ હશે 'સ્પેશિયલ'


ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું હતું, 'અમે સંબંધિત એજન્સીઓની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ જેથી તેની ખાતરી કરી શકાય કે લોર્ડ્સમાં ફાઇનલ દરમિયાન માનવયુક્ત અને માનવ રહિત ઉડાનો માટે નો ફ્લાઇ ઝોન જાહેર થાય.'


આ પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાંથી ચાર શીખોને તે માટે બહાર કાઢવામાં આવ્યા કારણ કે તે રાજકીય સંદેશ લખેલી ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. 


આઈસીસીએ આ વિવાદ વિશે કહ્યું હતું કે, 'અમે પ્રથમ ઈનિંગ દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર કેટલાક લોકોને તે માટે બહાર કાઢ્યા કારણ કે તેણે ટિકિટ નિયમોનું ઉલ્લંઘન કરી રાજકીય સંદેશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.'