ડેનિયલ વિટોરી બોલ્યો- નવો ચેમ્પિયન બનવાથી વિશ્વ કપ ફાઇનલ હશે 'સ્પેશિયલ'

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીએ કહ્યું કે, શ્રીલંકાની ટીમ 1996મા જીતી હતી અને તે પ્રથમવારની ચેમ્પિયન હતી અન ત્યારે તે જીતથી દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. 

ડેનિયલ વિટોરી બોલ્યો- નવો ચેમ્પિયન બનવાથી વિશ્વ કપ ફાઇનલ હશે 'સ્પેશિયલ'

લંડનઃ પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીએ કહ્યું કે રવિવારે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી વિશ્વ કપ ફાઇનલ 'ઘણી વિશેષ' હશે કારણ કે તેનાથી નવી ચેમ્પિયન ટીમ મળશે. વિટોરીએ આઈસીસીમાં પોતાની કોલમમાં લખ્યું, 'બંન્ને ટીમો વિશ્વકપ-2019ની ફાઇનલમાં પહોંચીને ઘણી રોમાંચિત હશે અને પ્રથમવાર ટાઇટલ હાસિલ કરવાની વાત તેને વધુ વિશેષ પણ બનાવે છે.'

તેણે લખ્યું, 'આ બંન્નેમાથી કોઈ પણ ટીમ જીતે તે ઘણું રોમાંચક હશે.' વિટોરીએ કહ્યું, 'શ્રીલંકાની ટીમ 1996મા ટાઇટલ જીતી હતી અને તે પ્રથમવાર ચેમ્પિયન હતી અને તે જીતથી દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને લાગે છે કે ન્યૂઝીલેન્ડ માટે પણ તેવું જ હશે.'

40 વર્ષીય વિટોરીને લાગે છે કે આ મેચમાં બંન્ને ટીમો પાસે બરોબરીની તક હશે. વિટોરીએ કહ્યું, 'આ બરાબરીની તક હશે અને બંન્ને ટીમ તેને આજ રીતે જોશે. વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં પહેલા કહ્યું હતું કે, જો એક ટીમ સારૂ રમે છે તો તે કોઈપણને હરાવી શકે છે અને જો તેમ ન થાય તો કોઈપણ તે ટીમને હરાવી શકે છે.'

તેણે કહ્યું, 'બંન્ને કેપ્ટન આમ જ દેખાશે, બંન્ને એકબીજાનું ઘણું સન્માન કરે છે અને બંન્ને એક જુસ્સા સાથે રમશે, ભલે પરિણામ ગમે તે આવે. આ ક્રિકેટની સર્વશ્રેષ્ઠ મેચ હશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news