આજે ભારતની જીતની દુઆ કરશે પાકિસ્તાન અને બાંગ્લાદેશ
જો રવિવારે એઝબેસ્ટન મેદાનમાં ઈંગ્લેન્ડ હારી જાય છે તો તેની વિશ્વકપની આગળની સફળ સમાપ્ત થઈ જશે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના પગલા સેમિફાઇનલ તરફ મજબૂતીની સાથે વધશે.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચ રવિવારે યજમાન ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે. આ મહામુકાબલામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ફેન્સ ટીમ ઈન્ડિયાની જીત માટે દુવા કરશે. કારણ કે ભારત જીતવાથી પાકિસ્તાન અને બાંગ્લાદેશનો આગળનો માર્ગ વધુ સરળ બનશે.
જો રવિવારે એઝબેસ્ટન મેદાનમાં ઈંગ્લેન્ડ હારી જાય છે તો તેની વિશ્વકપની આગળની સફળ સમાપ્ત થઈ જશે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના પગલા સેમિફાઇનલ તરફ મજબૂતીની સાથે વધશે.
પાકિસ્તાનનું ગણિત
આ વિશ્વકપમાં પાકિસ્તાનની આશા જીવંત છે. પાકિસ્તાને અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં 4મા જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની એક મેચ રદ્દ થઈ છે. તે 9 પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા સ્થાન પર છે. પાકિસ્તાનનો આગામી મુકાબલો બાંગ્લાદેસ સામે છે, જે તેણે કોઈપણ સ્થિતિમાં જીતવો પડશે. આ સાથે ઈંગ્લેન્ડની હાર અને ટીમ ઈન્ડિયાની જીત માટે દુવા કરવી પડશે.
બાંગ્લાદેશની સ્થિતિ
આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશે સાત મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ છે. પોઈન્ટ ટેબલમાં તે 7 પોઈન્ટ લઈને છઠ્ઠા સ્થાને છે. આગામી રાઉન્ડમાં પહોંચવા માટે બાંગ્લાદેશે પોતાની બંન્ને મેચ જીતવી પડશે. આ સાથે તેણે આશા રાખવી પડશે કે ઈંગ્લેન્ડ હારે. તેવામાં બાંગ્લાદેશના 11 પોઈન્ટ થશે.
ન્યૂઝીલેન્ડ ઈચ્છશે ભારત જીતે
અંતિમ-4મા જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડે એક-એક જીત મેળવવાની છે. ભારતની ત્રણ મેચ બાકી છે, જેમાં તે ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે ટકરાશે. તો ઓસ્ટ્રેલિયા સામે થયેલા પરાજય બાદ ન્યૂઝીલેન્ડે હવે ઈંગ્લેન્ડને પરાજય આપીને પોતાની જગ્યા પાક્કી કરવી પડશે. તેવામાં રવિવારે ન્યૂઝીલેન્ડના ફેન્સ પણ ટીમ ઈન્ડિયાની જીતની દુવા કરશે.
આ સમીકરણ બન્યું તો...
ટીમ ઈન્ડિયા જો ઈંગ્લેન્ડને હરાવી દે અને પાકિસ્તાન બંન્ને મેચ જીતી લે તેવામાં બંન્ને પાડોસી દેશ સેમિફાઇનલમાં પહોંચી શકે છે. આ સ્થિતિમાં શ્રીલંકાએ ઓછામાં ઓછી બે મેચ હારવી જરૂરી છે. તો ઈંગ્લેન્ડ બંન્ને મેચ હારે તો તેના 8 પોઈન્ટ રહેશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક-એક મેચ જીતે તો તેના 9-9 પોઈન્ટ થઈ જશે. તેવામાં સારી નેટ રનરેટના આધાર પર બાંગ્લાદેશ આગળ હશે. જો ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતાની 1-1 મેચ જીતી જાય તો ઈંગ્લેન્ડ અંતિમ-4મા પહોંચી જશે કારણ કે તેના 10 પોઈન્ટ થઈ જશે. આ કેસમાં પણ શ્રીલંકાએ ઓછામાં ઓછી બે મેચ હારવી જરૂરી છે.
આ તમામ સમીકરણો વચ્ચે આજે (રવિવારે) ભારત અને ઈંગ્લેન્ડમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડની મેચ પર ખાસ કરીને બાંગ્લાદેશ અને પાકની નજર છે, કારણ તે આજના પરિણામથી તેના સફરની દિશા નક્કી થશે.