સિડનીઃ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સહાયક કોચ બનાવવામાં આવ્યા છે, જે બેટિંગ પર ધ્યાન આપશે. પાંચ વિશ્વકપ રમીને 3 જીતી ચુકેલા પોન્ટિંગની નિમણૂંક બોલિંગ કોચ ડેવિડ સાકેરના રાજીનામાના એક દિવસ બાદ થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, પોન્ટિંગ વનડે બેટ્સમેનો પર કામ કરશે જ્યારે હાલના બેટિંગ કોચ ગ્રીમ હિક એશિઝની તૈયારીમાં વ્યસ્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રોહિત શર્મા બન્યો ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન


મુખ્ય કોચ જસ્ટિન લેંગરે કહ્યું, તે બેટ્સમેનો જ નહીં પરંતુ આખી ટીમના માર્ગદર્શક છે. અમે સાથે મળીને વિશ્વકપ જીતવાનો પ્રયાસ કરીશું. તેનામાં રમતની સમજણ કમાલની છે અને તેમને ખ્યાલ છે કે આ સ્તર પર કેવું પ્રદર્શન કરવાનું છે. 


વિશ્વકપ-2019ના દાવેદારો માટે ભારતનો પ્રવાસ અંતિમ કસોટી નહિઃ લેંગર

પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિશ્વકપ પોતાના નામે કર્યા છે. તેની આગેવાનીમાં 2003માં સાઉથ આફ્રિકામાં વિશ્વકપ અને 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા વિશ્વકપમાં જીત મેળવી હતી. આ બંન્ને વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમ અજેય રહી અને તેને લીગ મેચમાં પણ કોઈ ટીમ હરાવી શકી નહતી.