નવી દિલ્હીઃ મહાન ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે હાલમાં સમાપ્ત થયેલા વિશ્વ કપ 2019ની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ બનાવી છે. સચિન તેંડુલકરે પોતાની ટીમમાં એમએસ ધોનીને સામેલ કર્યો નથી. તેંડુલકરે પોતાની ટીમનું સુકાન ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસના હાથમાં સોંપ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિને પોતાની ટીમમાં પાંચ ભારતીય ખેલાડી (રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ)નો સમાવેશ કર્યો છે, પરંતુ તેમા વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની સામેલ નથી. 


રોહિત અને જોની બેયરસ્ટો બે ઓપનિંગ બેટ્સમેન હશે જ્યારે ત્રીજા નંબર પર વિલિયમસન બેટિંગ કરશે. ભારતીય કેપ્ટન ચોથા સ્થાને બેટિંગ કરશે ત્યારબાદ શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, હાર્દિક પંડ્યા અને જાડેજા છે. 

શું કપાશે શાસ્ત્રીનું પત્તુ? BCCIએ કોચ માટે મગાવી અરજી 

તેંડુલકરે મિશેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર અને બુમરાહને પોતાના ત્રણ ફાસ્ટ બોલરોના રૂપમાં પસંદ કર્યાં છે. આ પહેલા આઈસીસીએ પણ વિશ્વકપની પોતાની ટીમ બનાવી હતી, જેમાં બુમરાહ અને રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું હતું. 


સચિન તેંડુલકરની વિશ્વ કપ ટીમઃ રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), વિરાટ કોહલી, શાકિબ અલ હસન, હાર્દિક પંડ્યા, બેન સ્ટોક્સ, રવીન્દ્ર જાડેજા, મિશેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર અને જસપ્રીત બુમરાહ.