World Cup 2019: શેલ્ડન કોટરેલનો અવિશ્વસનીય કેચ, જોતો રહી ગયો સ્મિથ
વિશ્વકપની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ આમને-સામને છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 288 રન બનાવ્યા છે. સ્મિથે આ મેચમાં 73 રન ફટકાર્યા હતા.
નોટિંઘમઃ ઓસ્ટ્રલેયિ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોટિંઘમમાં ચાલી રહેલા વિશ્વકપની 10મી મેચમાં શેલ્ડન કોટરેલે એક અવિશ્વસનીય કેચ ઝડપી લીધો, જેણે જોયો તે જોતા જ રહી ગયા. ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ ચોંકી ગયો કે શેલ્ડોન કોટરેલ આટલી ફુર્તી, મગજ અને સમજીને કેચ કેમ લઈ શકે છે.
હકીકતમાં વેસ્ટ ઈન્ડિઝનો ફાસ્ટ બોલર ઓસાને થોમસ 45મી ઓવરમાં ફેંકી રહ્યો હતો. આ ઓવરના પ્રથમ બોલ પર સ્મિથે બાઉન્ડ્રી ફટકારી. ત્યારબાદ સ્મિથે છગ્ગો મારવાનો પ્રયત્ન કર્યો. આ બોલ ફાઇન લેગ બાઉન્ડ્રી તરફ જઈ રહી હતી ત્યારે પોતાની ડાબી બાજુ દોડીને શેલ્ડન બોલ નજીક પહોંચી ગયો.
World Cup 2019: વિકેટ લીધા બાદ અનોખી રીતે ઉજવણી કરે છે વેસ્ટઈન્ડિઝનો આ બોલર
શેલ્ડન કોટરેલના આ કેચની સાથે સ્ટિવ સ્મિથની ઈનિંગ 73 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. સ્મિથે 73 રન બનાવવા માટે 103 બોલનો સામનો કર્યો હતો. જેમાં સાત ચોગ્ગા સામેલ છે.