મિશન વિશ્વકપઃ ટીમ ઈન્ડિયામાં નંબર-4ને લઈ અસમંજસ, મેથ્યૂ હેડને આપી સલાહ
વિશ્વકપ પહેલા હવે ટીમ ઈન્ડિયા પાસે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ બચી નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી 5 મેચોની વનડે સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયા પોતાના વિશ્વકપ મિશન માટે આ ક્રમ પર બેટિંગ માટે કોઈનું નામ નક્કી કરી શકી નથી.
નવી દિલ્હીઃ ભાકતીય ક્રિકેટ ટીમ પોતાના બેટિંગ ક્રમમાં નંબર-4ને લઈને અસમંજસમાં છે, જેનો મેમાં યોજાનારા વિશ્વકપ પહેલા ઉકેલ લાવવો જરૂરી થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, વિશ્વકપને લઈને અંતિમ-11 લગભગ નક્કી છે માત્ર એક સ્થાનને લઈને ચર્ચા થઈ રહી છે. પરંતુ તેણે તે ન જણાવ્યું કે, તે કઈ સ્થાનની વાત કરી રહ્યો છે, પરંતુ તે વાત કોઈથી છુપાયેલી નથી કે આ મામલો નંબર-4નો છે.
ટીમના કોચ રવિ શાસ્ત્રએ પણ તે વાતનો સંકેત આપ્યો હતો કે કોહલી ખુદ ચોથા નંબર પર રમી શકે છે. આ સ્થાન માટે અંબાતી રાયડૂ હજુ સુધી સફળ થયો નથી. રાયડૂએ ચોથા નંબર પર બેટિંગ કરતા 14 ઈનિંગ રમી છે અને 1 સદી તથા 2 અડધી સદી ફટકારી છે. રાયડૂને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી અંતિમ બે વનડેમાં બહાર રાખ્યો હતો. મોહાલીમાં ચોથા વનડેમાં વિરાટ કોહલી ચોથા નંબર પર આવ્યો તો દિલ્હી વનડેમાં આ સ્થાન રિષભ પંતને મળ્યું હતું.
ટીમ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલા આ બંન્ને પ્રયોગ નિષ્ફળ રહ્યાં હતા. વિશ્વકપ પહેલા રમાયેલા અંતિમ મેચમાં પણ આ સમસ્યાનું સમાધાન ન નીકળી શક્યું કે ચોથા નંબર પર ભારત રાયડૂ, રાહુ, શ્રેયસ અય્યર અને કોહલીમાંથી કોને જોવે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યૂ હેડને કહ્યું કે, તેના હિસાબે રાયડૂ આ નંબર પર યોગ્ય વ્યક્તિ છે અને તે એ વાતથી હેરાન છે કે ભારત રાયડૂ હોવા છતાં અન્ય વિકલ્પ વિશે વિચારી રહ્યું છે.
હેડને કહ્યું, મારા માટે રાયડૂ યોગ્ય છે. હું વિશ્વાસ કરી શકતો નથી કે ભારત તેના પર સવાલ કરી રહ્યું છે. તે લાંબા સમયથી સારા ફોર્મમાં છે. હું નથી જાણતો કે તે સવાલ કેમ કરી રહ્યાં છે, લગભગ તે માટે કે વિશ્વકપ પહેલા તમારે કંઇક વાત કરવી છે. મને નથી લાગતું કે, આ જગ્યા પર રમી શકશે. તેનો સમય આવશે અને જો કંઇ થાય તો તે સ્ટેન્ડ બાય ઓપનર તરીકે રમી શકે છે.
કોમેન્ટ્રેટર અને નિષ્ણાંત હર્ષા ભોગલેએ પણ તે વાત માનવાથી ઇનકાર કર્યો કે કોહલી પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કરશે. તેનુ માનવું છે કે વિશ્વકપ પહેલા આ જગ્યા ન ભરાવી ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. તેણે કહ્યું, તે થોડી ચોંકાવનારી વાત છે કે અમે વિશ્વ કપ પહેલા અંતિમ મેચ રમી રહ્યાં હતા અને તે વાતને લઈને વિશ્વાસમાં ન હતા કે ચોથા ક્રમ પર કોણ બેટિંગ કરશે.