સાઉથમ્પ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમે 12માં વિશ્વકપની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે. આ મેચ પહેલા વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં ભારતીય ટીમની તૈયારી અને પોતાની આગેવાનીને લઈને ઘણી વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટે કહ્યું કે, આખરે અમે વિશ્વકપની પ્રથમ મેચ રમવા જઈ રહ્યાં છીએ. અમે ઘણા દિવસથી અહીં છીએ અને પ્રેક્ટિસ કર્યો છે. અમે અહીં પહેલા આવ્યા તેનો ફાયદો જરૂર મળશે. અહીંની કંડીશન પ્રમાણે અમારી પાસે સંતુલિત ટીમ છે. કેદાર જાધવ વિશે વિરાટે કહ્યું કે, તે સંપૂર્ણ રીતે ફિટ છે અને પ્રથમ મેચ માટે ઉપલબ્ધ છે. તેના રહેતા ટીમમાં વેરાઇટી આવે છે. જાડેજા પણ સારૂ કરી રહ્યો છે અમારી પાસે દરેક પ્રકારના વિકલ્પ હાજર છે. 



વિશ્વ કપ 2019: આફ્રિકાને લાગ્યો ઝટકો, ખભાની ઈજાને કારણે ડેલ સ્ટેન વર્લ્ડકપમાંથી બહાર 


પોતાની આગેવાની વિશે વિરાટે કહ્યું કે, આ મારા માટે ગર્વની વાત છે કે વિશ્વકપમાં હું ટીમ ઈન્ડિયાની આગેવાની કરી રહ્યો છું. આવી ટૂર્નામેન્ટમાં દેશની આગેવાની કરવી ગર્વની વાત છે. કોઈપણ કેપ્ટન માટે આટલી મોટી ટૂર્નામેન્ટ રમવી મોટો પડકાર છે. આ મારો ત્રીજો વિશ્વકપ છે. વિરાટે સાઉથમ્પ્ટનના હવામાન વિશે કહ્યું કે, અહીં વાદળો છવાયા રહે તેવી સંભાવના છે. આ કંડીશનને જોઈને અમારે બધુ નક્કી કરવું પડશે. પિચ વિશે તેણે કહ્યું કે, જો પિચ બેટિંગ માટે અનુકૂળ હશે તો અમે વધારેમાં વધારે રન બનાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જો તે બોલરોને મદદરૂપ હશે તો અમારી રણનિતિ અલગ હશે. અમારે આ સ્થિતિમાં સંભાળીને રમવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરો વિશે વિરાટે કહ્યું કે, અમને ખ્યાલ છે કે તેની વિરુદ્ધ કઈ રણનીતિની જરૂર છે. 



500 રન વિશે વિરાટે કહ્યું કે, વિશ્વકપમાં તે સંભવ લાગી રહ્યું નથી, કારણ કે દરેક ટીમ પર દબાવ છે. આમ તો ભવિષ્યમાં આ સ્કોર બને તેના વિશે કંઇ કહી ન શકું. વિરાટે ડ્રેસિંગ રૂમના માહોલ વિશે કહ્યું કે, બધુ શાનદાર છે. યુવા ખેલાડી પણ પોતાનું મંતવ્ય આપે છે અને બધા તેનું સન્માન કરે છે. સૌથી સારી વાત છે કે આઈપીએલ બાદ એકવાર ફરી બધા ખેલાડી એક સાથે રમશે અને અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ.