નવી દિલ્લીઃ ગત વર્ષે  T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.  પરંતુ આ વખતે વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર દેખાઈ રહી છે. પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને કોચ  રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપમાં મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળવું પડશે. નહીંતર ટીમને ભોગવવું પડી શકે છે નુકસાન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમનો આ સ્ટાર ખેલાડી છે બહાર-
T20 વર્લ્ડ કપ શરૂ થતાં પહેલા જ ટીમના સારા ખેલાડી ટીમમાં સામેલ નથી. જેમ કે ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવીન્દ્ર  જાડેજા ઈજાના કારણે T20 વર્લ્ડ કપનો ભાગ નહીં લે. સાથે જ દીપક ચહર પણ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર છે.
 
ટીમની નબળાઈ છે આ બોલર-
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બોલિંગ નબળી છે. અને મેચની ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે ભારત પાસે સારો બોલર નથી. ભારત પાસે ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ છે. પરંતુ આ બંને ખેલાડીઓએ ડેથ ઓવરમાં બોલિંગ કરતા એશિયા કપ 2022માં સારૂં પ્રદર્શન ન હતું.  હર્ષલ પટેલ છેલ્લા કેટલાક સમયથી મેચમાં ખૂબ રન આપે છે.  જસપ્રિત બુમરાહના સ્થાને સામેલ કરાયેલા મોહમ્મદ શમીએ છેલ્લા એક વર્ષમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી.


રોહિત-દ્રવિડની જોડી કરી શકે છે કમાલ-
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડીએ ગયા વર્ષના T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનું લીધુ છે સ્થાન. હાલમાં ભારતે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની ટીમે ટી20માં હરાવી છે. તે ટીમ માટે એક વર્લ્ડ કપ પહેલા એક સકારાત્મક પહેલુ છે. 


ઈજા અંગે રોહિત શર્માએ કહી હતી મોટી વાત-
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'તમે ઈજામાં નિરાશા જોઈ શકતા નથી, તમારે આગળ જોવું પડશે કે અમે શું કરી શકીએ છીએ. અમે અમારા અન્ય ખેલાડીઓને સમર્થન આપ્યું છે અને અમે તેમને સમર્થન આપી રહ્યા છીએ.