ICC ODI World Cup 2023: ભારતની મેજબાનીમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ રમાવવાનો છે. પરંતુ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ આઈસીસી ટુર્નામેન્ટ રમવા માટે ભારત આવશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધર્યા નથી. બંને ટીમો અનેક વર્ષોથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમ્યા નથી. ભારતીય ટીમ પાકિસ્તાન જતી નથી કે પાકિસ્તાનની ટીમ ભારત આવતી નથી. આવામાં હવે આ મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત આવશે પાકિસ્તાન ટીમ?
વનડે વર્લ્ડ કપની મેજબાની ભારત પાસે છે. આ બધા વચ્ચે પાકિસ્તાન સંલગ્ન એક મોટા ખબર સામે કે પાકિસ્તાન ટીમ ભારત આવી શકે છે. આ વાતના સંકેત ખુદ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ આપ્યા છે. બિલાવલ ભુટ્ટો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) માં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. પણજીમાં મીડિયા સાથે વાત કરતા ભુટ્ટોને પૂછવામાં આવ્યું કે શું તેમની સરકાર વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ભારત મોકલશે. તેના જવાબમાં વિદેશમંત્રીએ કહ્યું કે બંને દેશોના સંબંધની અસર રમત પર પડવી જોઈએ નહીં અને તેઓ કોશિશ કરશે કે વર્લ્ડ કપની સ્થિતિમાં પણ આવું જ થાય. તેમણે કહ્યું કે રમતને રાજકારણમાં ભેળવવું જોઈએ નહીં. 


એશિયા કપ 2023 પર નિર્ણય બાકી
એશિયા કપ 2023 પાકિસ્તાનની મેજબાનીમાં રમાનાર છે. આ ટુર્નામેન્ટ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને BCCI વચ્ચે વિવાદ ચાલુ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહ છે જે બીસીસીઆઈના સચિવની પણ જવાબદારી નિભાવે છે. જય શાહે પહેલા જ કહ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. આવામાં આ ટુર્નામેન્ટ ક્યાં રમાશે તે હજુ સ્પષ્ટ નથી. 


જયશંકરે SCO સમિટમાં PAKને દેખાડ્યો અરીસો, બિલાવલને કહ્યો આતંકવાદની ફેક્ટરીનો પ્રવકતા


Jammu-Kashmir News: 15 દિવસમાં સેનાના 10 જવાનો શહીદ, આતંકવાદીઓના નિશાને હવે જમ્મુ


વાવાઝોડાનું મોટું જોખમ!, 8મી મેના રોજ થશે આ મોટો ફેરફાર, જાણો શું થશે અસર


વર્ષ 2008 બાદ પાકિસ્તાન પ્રવાસ નથી થયો
ભારતીય ટીમ વર્ષ 2008 બાદથી પાકિસ્તાન રમવા ગઈ નથી. 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લે પાકિસ્તાન પ્રવાસે ગઈ હતી. બંને પાડોશી દેશોએ છેલ્લે 2012 માં મર્યાદીત ઓવરોની બાઈલેટરલ સિરીઝ રમી હતી. જ્યારે પાકિસ્તાને ત્રણ ટી20 ઈન્ટરનેશનલ અને આટલી જ વનડે મેચો માટે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. એવામાં આશા વ્યકત કરાઈ રહી હતી કે ટીમ ઈન્ડિયા પર પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube