World Cup 2023 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, ICCએ અચાનક લીધો આ ચોંકાવનારો નિર્ણય!
ICC ODI WORLD CUP: ભારતીય ક્રિકેટ ચાહકો આતુરતાથી વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યાં છે. કારણકે, ભારતમાં ક્રિકેટ એ માત્ર ગેમ નથી એક ઝનૂન છે, એક મજહબ છે. ત્યારે અચાનક શું મોટો નિર્ણય લેવાયો જાણો...
ICC ODI WORLD 2023: આગામી ક્રિકેટ વર્લ્ડ કપને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. જેને કારણે ભારતીય ટીમને મોટો ઝટકો પડ્યો છે. આ નિર્ણયને કારણે ભારતીય ટીમને હોમ ગ્રાઉન્ડ અથવા તો હોમ કન્ડીશનનો વિશેષ લાભ નહીં મળી શકે. શું છે તેની પાછળનું કારણ તે પણ જાણીએ... ભારતીય ધરતી પર ક્રિકેટનો મહાકુંભ એટલે કે ICC 2023 ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે વર્ષ 2011માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ પહેલા ICCએ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ ભારત આ વખતે હોમ એડવાન્ટેજનો લાભ મેળવી શકશે નહીં.
ODI વર્લ્ડ કપ 2023 પહેલા ICCએ પિચને લઈને મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, 3 ઓગસ્ટના રોજ મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ICCના મુખ્ય ક્યુરેટર એન્ડી એટકિન્સને તમામ ક્યુરેટર્સને વોર્મ-અપ મેચો સહિત વર્લ્ડ કપના તમામ સ્થળોએ પિચ તૈયાર કરતી વખતે હોમ ટીમના દબાણમાં ન આવવાની સૂચના આપી છે.
તમને જણાવી દઈએ કે દરેક વખતે હોમ ટીમને એવો ફાયદો મળે છે કે તેઓ પોતાના હિસાબથી પીચ તૈયાર કરી શકે છે. પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાને હોમ એડવાન્ટેજનો લાભ નહીં મળે તેવું માનવામાં આવે છે.
મીટિંગમાં ભાગ લેનાર એક સૂત્રએ ધ ટેલિગ્રાફને જણાવ્યું કે, 'આઈસીસીના હેડ ક્યુરેટરે કહ્યું કે ક્યુરેટર્સે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે જ્યારે પીચની તૈયારીની વાત આવે ત્યારે તેઓ હોમ ટીમના દબાણમાં ન આવે. પિચ તૈયાર કરતી વખતે, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પિચ શક્ય તેટલી સ્પોર્ટી હોવી જોઈએ અને ઘરની ટીમની તરફેણ કરતી ન હોય.
ICC એ ODI વર્લ્ડ કપ માટે વોર્મ-અપ શેડ્યૂલ જાહેર કર્યું છે. વોર્મ-અપ મેચો 29 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 3 ઓક્ટોબર સુધી ચાલશે. રોહિત શર્માની ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાએ 3 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે તેની બીજી વોર્મ-અપ મેચ રમવાની છે.
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં તેની 9 મેચ 9 અલગ-અલગ મેદાન પર રમવાની છે. આવી સ્થિતિમાં, વિકેટો અલગ હશે કારણ કે માટીની પ્રકૃતિ દરેક જગ્યાએ સમાન નથી.