IND vs ENG, World Cup 2023: વર્લ્ડ કપમાં ટીમ ઈંગ્લેન્ડને ભારતે 100 રને હરાવી મોટી જીત હાંસલ કરી. આ સાથે જ રોહિત શર્માએ કેપ્ટન તરીકે પોતાની 100મી મેચમાં એક નવો ઈતિહાસ રચ્યો. 20 વર્ષ પછી વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને ભારતે હરાવ્યું. આ પહેલાં ભારતે વર્લ્ડ કપમાં છેલ્લે 2003માં ડરબનના મેદાન પર 82 રને ઈંગ્લેન્ડને હરાવીને જીત હાંસલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલાં ભારતને બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યું. ઈંગ્લેન્ડનો નિર્ણય મહદઅંશે સાચો પણ છર્યો. ટીમ ઈન્ડિય 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 229 રન જ કરી શકી. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 87 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે સુર્ય કુમાર યાદવે 49 અને કે.એલ.રાહુલ 39 રન બનાવ્યાં. જોકે આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા નહોંતા. જોકે, ઈંગ્લેન્ડ જ્યારે અંડર લાઈટ્સ રનનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે ભારતીય બોલરોએ રીતસરનો તરખાટ મચાવી દીધો. 


પહેલાં જ પાવરપ્લેમાં પહેલી 10 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં માત્ર 40 રન આપીને 4 વિકેટ ઝડપી લીધી હતી. 55 રનમાં તો ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 230 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલિંગ સામે અંગ્રેજો એટલેકે, ઈંગ્લેન્ડના બેટર્સ ઘૂંટણીયે થઈ ગયાં. મોહમ્મદ શમીએ 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ 3 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા.


પોઇન્ટ્સ ટેબલમાં ભારત ટોપ પર-
ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ટીમ તમામ 6 મેચ જીતીને 12 પોઇન્ટ્સ સાથે નંબર-1 પર છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ 10માં નંબર પર છે. ટીમ 6 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે.


ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં રૂટ-સ્ટોક્સની વિકેટ ગુમાવી-
230 રનના લક્ષ્યાંકને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત સારી રહી હતી. ટીમે 4 ઓવરમાં 26 રન, મોહમ્મદ સિરાજે 2 ઓવરમાં 18 રન બનાવ્યા હતા. પરંતુ પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે સતત બે બોલ પર ડેવિડ મલાન અને જો રૂટની વિકેટ લઈને ભારતને બ્રેક-થ્રુ અપાવ્યું હતું.


બુમરાહ બાદ બીજી જ ઓવરમાં મોહમ્મદ શમી બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ઓવરમાં 3 રન આપ્યા, પછીની ઓવર મેડન હતી. સ્પેલ ચાલુ રાખી રહેલા શમીએ આઠમી ઓવરના છેલ્લા બોલ પર બેન સ્ટોક્સને બોલ્ડ કર્યો હતો. નવમી ઓવરમાં બુમરાહે ફરીથી મેડન ફેંકી અને 10મી ઓવરના પહેલા બોલ પર શમીએ જોની બેયરસ્ટોને બોલ્ડ કર્યો. 4 ઓવરમાં 26/0થી ઇંગ્લેન્ડનો સ્કોર 10 ઓવરમાં 40 રનમાં 4 વિકેટે 4 વિકેટે થઈ ગયો હતો. શમી અને બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. બેયરસ્ટોએ 14 અને માલને 16 રન બનાવ્યા હતા, જ્યારે રૂટ અને સ્ટોક્સ ખાતું પણ ખોલી શક્યા ન હતા.


રોહિત શર્માએ 18 હજાર રન પૂરા કર્યા-
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કરી લીધા છે. રોહિતે પોતાની 457મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ક્લબમાં સામેલ થઈ ગયો છે. આ ક્લબમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીના નામ છે.