World Cup 2023 IND vs AFG: આજે વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો. દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે આ મેચ. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્માએ ટીમમાં એક બદલાવ કર્યો. આર.અસ્વીનના બદલે શાર્દુલ ઠાકુરનો પ્લેઈંગ ઈલેવનમાં કરાયો સમાવેશ. ત્યારે આજની મેચ વિરાટ કોહલી માટે પણ મહત્ત્વની બની શકે છે. કારણકે, આજની મેચ વિરાટ કોહલીના હોમ ગ્રાઉન્ડમાં દિલ્લીમાં રમાઈ રહી છે. જો વિરાટ આજે સારું રમશે તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ આજે તોડશે. સચિનના મોટા રેકોર્ડ પર છે વિરાટની નજર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો બીજો મુકાબલો આજે અફઘાનિસ્તાન સામે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે મેચ. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને અહીં પહોંચી હતી, જ્યારે અફઘાનિસ્તાનને પ્રથમ મેચમાં બાંગ્લાદેશના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તે આ રેકોર્ડ બનાવવાથી થોડા જ રન દૂર છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તે અત્યારે ઘાતક ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં કોહલીએ ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં અને તેને જીત તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં કોહલીએ કેએલ રાહુલ સાથે મળીને ચોથી વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી હતી. જોકે, કોહલી સદી ફટકારે તે પહેલા થોડા રનમાં કેચ આઉટ થયો હતો. કોહલીએ 85 રન બનાવ્યા હતા.


આ રેકોર્ડ પર વિરાટની નજર-
આ મેચમાં તમામની નજર ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પર ટકેલી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિરાટ કોહલીનું હોમ ગ્રાઉન્ડ છે. આવી સ્થિતિમાં તે હોમ ગ્રાઉન્ડ પર મોટી ઇનિંગ રમવા માંગશે. આ સાથે વિરાટ પાસે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડીને નંબર-1 બનવાની મોટી તક છે. કોહલી પણ આ રેકોર્ડથી પાછળ નથી. આવો તમને જણાવીએ કે આજે કોહલી સચિનનો કયો રેકોર્ડ તોડી શકે છે.


તેંડુલકરના નામે છે આ મોટો રેકોર્ડ-
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૌથી વધુ ODI રન બનાવનાર બેટ્સમેનનું નામ સચિન તેંડુલકર છે. સચિને આ મેદાન પર 8 ODI મેચ રમી છે અને તેમાં તેણે પોતાના બેટથી 300 રન બનાવ્યા છે. વિરાટ પાસે પોતાના હોમ ગ્રાઉન્ડમાં આ મોટો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે. કોહલીએ આ મેદાન પર અત્યાર સુધી 7 વનડે મેચમાં 222 રન બનાવ્યા છે. તે સચિનનો રેકોર્ડ તોડવાથી 79 રન દૂર છે. આવી સ્થિતિમાં જો તેનું બેટ આજે કામ કરશે તો સ્વાભાવિક છે કે તે સચિનના આ રેકોર્ડને તોડી નાખશે.