ભારતીય ક્રિકેટ ટીમે આ આઈસીસી વિશ્વ કપમાં અત્યાર સુધીમાં ખુબ જ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. સતત 6 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ 29 ઓક્ટોબર રવિવારે ભારતે એકતરફી જીત સાથે ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ પહેલીવાર એ ચીજનો સામનો કરવો પડ્યો જેનાથી ફેન્સ ડરેલા હતા. હવે આગળ આવનારી મેચોમાં આ મુશ્કેલીનો ઉકેલ લાવવો પડશે નહીં તો રોહિત શર્મા એન્ડ ટીમની પરેશાની વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતવા છતાં શું છે સમસ્યા?
આઈસીસી વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં તમામ મેચો જીતનારી ટીમ ફક્ત એક જ છે. ભારત સિવાયની અન્ય તમામ ટીમો આ ટુર્નામેન્ટમાં હારનો સ્વાદ ચાખી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જે ભારતીય ટીમે જીતનું અભિયાન શરૂ કર્યું હતું તે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, બાદ ઈંગ્લેન્ડ સાથે રમાયેલી મેચમાં પણ ચાલુ રહ્યું. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં જીત બાદ પણ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. કારણ એવું છે કે જેને લઈને તમામ ફેન્સ પહેલેથી જ ચિંતિત હતા. 


બોલર ચાલ્યા, બેટ્સમેનને મોટું લક્ષ્યાંક મળ્યું નહીં
ઓસ્ટ્રેલિયાને બોલરોએ માત્ર 199 રન પર રોકી દીધા હતા. જ્યારે પાકિસ્તાન માત્ર 191 રન જ બનાવી શક્યું હતું. બાંગ્લાદેશની ટીમ 256 રનનો સ્કોર જ કરી શકી હતી. અફઘાનિસ્તાનની ટીમે 272 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડની ટીમ 273 રન સુધી પહોંચી ગઈ હતી. ભારત આ ટુર્નામેન્ટમાં હજુ સુધી 300 રન સુધી પહોંચી શક્યું નથી. જ્યારે ટોપ 4માં બિરાજમાન સાઉથ આફ્રિકાએ ચાર વાર આવું કર્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ 4 વખત આમ કરી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube