ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકોમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડંત થશે. વર્લ્ડ કપ 2023 જોવા માટે કોઈ પણ પાકિસ્તાની ફેન ભારત આવી શક્યો નથી. આમ તો દુનિયામાં ક્યાંય પણ મેચ રમાય તો પાકિસ્તાનના ફેન્સ ભારે સંખ્યામાં પહોંચે છે. પરંતુ લગભગ એક લાખ 30 હજારની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફક્ત એક જ પાકિસ્તાની ફેન જોવા મળશે. તો ખાસ જાણો તેના વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે તે લકી પાકિસ્તાની?
પાકિસ્તાનનો જુસ્સો વધારવા માટે ચાચા શિકાગો એટલે કે મોહમ્મદ બશીરને બાદ કરતા પાકિસ્તાનનો કોઈ પણ પ્રશંસક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળશ નહીં. તે તમને પાકિસ્તાની ઝંડા સાથે સ્ટેડિયમમાં જોવા મળશે. તેમણે 2007થી એક પણ વર્લ્ડ  કપ ગુમાવ્યો નથી. તેઓ હૈદરાબાદમાં રમાયેલી પાકિસ્તાનની બંને મેચો વખતે પણ સ્ટેડિયમમાં હાજર હતા. 


મોહમ્મદ બશીર ઉર્ફે બશીર ચાચા, ઉર્ફે શિકાગો ચાચાનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. હાલ તેઓ શિકાગોમાં રહે છે. એવું કહેવાય છે કે ચાચા શિકાગોમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે અને એટલે તેમને વિઝા મેળવવામાં કોઈ મુશ્કેલી પડી નહી. 


બાબરે શું કહ્યું?
આવામાં ભારતીય પ્રશંસકોની સામે રમવાના દબાણ સંલગ્ન સવાલ પર બાબરે કહ્યું કે, તેને લઈને કોઈ પણ પ્રકારનું દબાણ નથી કારણ કે અમે પહેલા પણ ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં રમેલા છીએ. અમે એમસીજી અને અન્ય મોટા સ્ટેડિયમમાં લાખો દર્શકો સામે રમ્યા છીએ. હું જાણું છું કે સ્ટેડિયમ ભારતીય દર્શકોથી ભરેલું હશે. જો પાકિસ્તાની દર્શકોને પણ અહીં આવવાની મંજૂરી મળે તો અમારા માટે સારું રહેશે. તેણે કહ્યું કે જ્યારે અમે હૈદરાબાદ પહોંચ્યા ત્યારે અમને ત્યાં ખુબ સમર્થન મળ્યું. મને લાગે છે કે ત્યાં પાકિસ્તાનની ટીમના ખુબ સમર્થક હતા અને મને અહીં પણ એવી આશા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube