India vs Pakistan World Cup Semi final Scenario:  વનડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો વિજય રથ શાનદાર રીતે સતત આગળ વધી રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે પોતાની 8મી મેચમાં દક્ષિણ આફ્રિકાને પણ 243 રનના વિશાળ અંતરથી હરાવી દીધુ. આ મેચ રવિવારે 5મી નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડ્ન્સમાં રમાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જીત સાથે જ ભારતીય ટીમે પોઈન્ટ ટેબલમાં પણ પોતાની પોઝિશન નક્કી કરી લીધી છે. આ સાથે તે સેમી ફાઈનલમા હવે પોઈન્ટ ટેબલમાં 4 નંબર પર આવનારી ટીમ સાથે રમશે. જો આ વખતે પણ નસીબ બળીયું નીકળ્યું તો નંબર 4 ટીમ પાકિસ્તાન બની શકે છે. પરંતુ આમ જોઈએ તો આ પરિસ્થિતિ આમ તો મુશ્કેલ લાગે છે. 


નંબર 4 પોઝિશન માટે 3 ટીમોમાં ટક્કર
ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પહેલી સેમી ફાઈનલ મેચ રમશે. જે નંબર 4 ટીમ સાથે મુંબઈના વાનખેડે રમશે. આ સેમીફાઈનલ મેચ 15 નવેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાથી રમાશે. જ્યારે નંબર 4ની પોઝિશન માટે હાલ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘમાસાણ ચાલુ છે. 


હાલની સ્થિતિમાં નંબર 4 પોઝિશન માટે ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. ત્યારબાદ પાકિસ્તાનની દાવેદારી છે. બંનેના 8 મેચમાં 8 અંક છે. પરંતુ રનરેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ ખુબ આગળ છે. ન્યૂઝીલેન્ડે પોતાની છેલ્લી ગ્રુપ મેચ શ્રીલંકા સામે 9 નવેમ્બરે રમવાની છે. જે બેંગ્લુરુમાં રમાશે. 


નંબર 4 માટે ન્યૂઝીલેન્ડની ટીમ દાવેદાર
જો ન્યૂઝીલેન્ડ મેચ હારે તો પાકિસ્તાનની આશા વધી જશે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની ટીમ પોતાની છેલ્લી ગ્રુપ મેચ ઈંગ્લેન્ડ સામે 11 નવેમ્બરે રમશે. જે કોલકાતાના ઈડન ગાર્ડન પર રમાશે. બેંગ્લુરુમાં વરસાદની શક્યતા છે. આવામાં જો ન્યૂઝીલેન્ડ-શ્રીલંકાની મેચ ધોવાઈ જાય તો બંનેને 1-1 પોઈન્ટ મળશે. ત્યારે પણ પાકિસ્તાનને ફાયદો થશે. 


ન્યૂઝીલેન્ડ હારે કે મેચ  ધોવાઈ જવાની સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ પાસે ઈંગ્લેન્ડને હરાવીને સેમીફાઈનલમાં એન્ટ્રી કરવાની તક રહેશે. પરંતુ અહીં પણ એક મુશ્કેલી છે અને તે બીજુ કોઈ નહીં પણ અફઘાનિસ્તાનની ટીમ છે. હકીકતમાં હાલ નંબર 4ના દાવેદારમાં 3 જ ટીમ છે. જેમાંથી ત્રીજી ટીમ અફઘાનિસ્તાન છે. 


અફઘાનિસ્તાને કરવા પડશે 2 ઉલટફેર
અફઘાનિસ્તાનના હજુ પણ 8 અંક છે અને 2 મેચ બાકી છે. અફઘાનિસ્તાન જો આ બંને મેચ જે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે રમાવવાની છે તે જીતે લે તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડના જીતવા છતાં તેમને પછાડીને નંબર 4 પર પહોંચી જશે. 


પરંતુ અફઘાનિસ્તાનનું આ બંને ટીમો સામે જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. કારણ કે ન્યૂઝીલેન્ડ અને પછી પાકિસ્તાન મજબૂત દાવેદાર છે. પણ અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં 3 મોટા ઉલટફેર કરી ચૂકી છે. તેણે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યાં છે. 


આવા છે વર્લ્ડ કપ સેમી ફાઈનલના સમીકરણ
- ભારતીય ટીમે નંબર વન પોઝિશન પર રહીને સેમી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું ચે. જ્યારે સાઉથ આફ્રિકા પણ 12 અંક સાથે એન્ટ્રી કરી ચૂક્યું છે. 
- નંબર 3 પોઝિશન માટે ઓસ્ટ્રેલિયા મજબૂત દાવેદાર છે. તેના પણ 7 મેચમાં 10 અંક છે. તેણે પોતાની આગામી બે મેચો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાની છે. આ બંને મેચ તેના માટે સરળ છે. 
- નંબર 4 પોઝિશન માટે ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન, અને અફઘાનિસ્તાન દાવેદાર છે. ન્યૂઝીલેન્ડ પોતાની છેલ્લી મેચ જીતે અને અફઘાનિસ્તાન બંને મેચમાંથી એક મેચ પણ હારે તો ન્યૂઝીલેન્ડ નંબર 4 પર રહીને ક્વોલિફાય કરી લેશે. 
- જો ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની અંતિમ મેચ હારે અને અફઘાનિસ્તાન પણ બાકી બે મેચમાંથી એક પણ મેચ હારે તો પાકિસ્તાન પોતાની છેલ્લે મેચ જીતીને નંબર 4 પર ક્વોલિફાય કરી લેશે. 
- જો અફઘાનિસ્તાન પૂરી તાકાત લગાવીને બે મોટા ઉલટફેર કરે તો બાકી બે મેચોમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવે તો નંબર 4 પર રહીને તે પણ ક્વોલિફાય કરી શકે. ત્યારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંનેની જીત બેકાર જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube