World Cup News: ભારતની ધરતી પર ક્રિકેટના મહાકુંભ એટલે કે ICC વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરના રોજ રમાશે. 2023ની વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં હજુ 4 મહિનાનો સમય બાકી છે પરંતુ તે પહેલા જ ભવિષ્યવાણી થઈ ચૂકી છે કે કઈ 4 ટીમો સેમીફાઈનલમાં જગ્યા બનાવશે. એક  દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે આ ભવિષ્યવાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ કપના 4 મહિના પહેલા મોટી ભવિષ્યવાણી
શ્રીલંકાના મહાન સ્પીન બોલર મુથૈયા મુરલીધરને આ વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થનારા 2023 વર્લ્ડ કપની સેમીફાનલમાં જનારી 4 ટીમોના નામ જણાવ્યાં છે. શ્રીલંકાના દિગ્ગજ સ્પીનકર મુથૈયા મુરલીધરને કહ્યું કે વર્લ્ડ કપ ઉપમહાદ્વીપમાં રમાશે એટલે સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે. મુથૈયા મુરલીધરને સેમી ફાઈનલ માટે ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને દાવેદાર ગણાવ્યા છે. મુરલીધરને કહ્યું કે હું ભારત-ઈંગ્લેન્ડની મેચની રાહ જોઉ છું, આ એક કપરી મેચ હશે. ઈંગ્લેન્ડ હાલ સારું રમી રહ્યું છે. મારું માનવું છે કે ઘરેલુ પરિસ્થિતિઓને કારણે ભારતનું પલડું ભારે રહેશે. 


સેમીફાઈનલમાં આ ટીમો પહોંચશે
મુથૈયા મુરલીધરને કહ્યું કે આ પરિસ્થિતિઓમાં જો કે ઈંગ્લેન્ડના આદિલ રાશિદ તેમના મનપસંદ બોલર હશે. તેમણે કહ્યું કે ભારતમાં ઉપમહાદ્વીપની ટીમોને પીચથી મદદ મળશે. અફઘાનિસ્તાનની બેટિંગ નબળી છે પરંતુ તેમની પાસે શાનદાર સ્પિન બોલરો છે. શ્રીલંકા અને ભારત પણ આ મામલે પાછળ નથી. તેમણે કહ્યું કે ભારતમાં હું હંમેશા માનું છું કે ઉપમહાદ્વીપથી બે ટીમો ફાઈનલમાં પહોંચે  તેવી શક્યતા છે. 1987 (જ્યારે  ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રિલયા વચ્ચે ફાઇનલ રમાઈ હતી) ઉપમહાદ્વીપમાં ગત વખતે બે સર્વશ્રેષ્ઠ ટીમો ફાઈનલમાં આવી અને સર્વશ્રેષ્ઠ ટીમે 2011માં જીત મેળવી. ભારત 12 વરષના લાંબા સમય બાદ વર્લ્ડ કપની મેજબાની કરશે. બીસીસીઆઈ સચિવ જય શાહે આયોજિત સ્થળોની જાહેરાત કરતા કહ્યું કે વર્લ્ડ કપની શરૂઆત પૂર્વોત્તરના પ્રવેશદ્વાર ગુવાહાટીથી થશે. ગુવાહાટી, તિરુવનંતપુરમ અને હૈદરાબાદની સાથે અભ્યાસ મેચોની મેજબાની કરશે. 


ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, 1 જુલાઈથી થશે આ મોટો ફેરફાર


1 જુલાઈથી મિથુન સહિત આ 3 રાશિવાળાનું નસીબ ખુલશે, ધનલાભના યોગ, શત્રુઓ થશે પરાજિત


આધાર કાર્ડ અંગે અત્યંત મહત્વના સમાચાર, સરકાર તરફથી લોકોને મોટી રાહત


જય શાહે કહ્યું કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને વર્લ્ડ કપ ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે 1,32,000 ની ક્ષમતાવાળું દુનિયાનું સૌથી મોટું ખેલ સ્ટેડિયમ છે. કોલકાતા અને મુંબઈમાં સેમીફાઈનલ રમાશે. ભારત 12 વર્ષના લાંબા સમય બાદ વર્લ્ડ કપની મેજબાની કરશે. અમે 2021માં ટી20 વર્લ્ડ  કપના મેજબાન હતા પરંતુ કોવિડ-19ના કારણે અમે તેને દુબઈમાં આયોજિત કર્યો. અમે વર્લ્ડ કપને ભારતમાં આયોજિત કરીને ઉત્સાહિત છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube