Pakistan Semi Final Scenario: સળંગ 4 મેચ હાર્યા...છતાં પાકિસ્તાન પાસે હજું પણ સેમી ફાઈનલમાં પ્રવેશવાની તક, ખાસ જાણો કઈ રીતે
શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પાકિસ્તાને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાએ તેમને રોમાંચક મુકાબલામાં ફક્ત એક વિકેટથી માત આપી. સતત ચોથી હાર બાદ પાકિસ્તાન હાલ છઠ્ઠા નંબરે છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને આ મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે હજુ પણ બાબર સેના સેમી ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકે છે.
બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે હાલ ભારતમાં ચાલી રહેલા વનડે વર્લ્ડ કપમાં કઈ પણ યોગ્ય થઈ રહ્યું નથી. શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાએ તેમને રોમાંચક મુકાબલામાં ફક્ત એક વિકેટથી માત આપી.
આફ્રિકાની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન માટે વધુ મુશ્કેલી પેદા થઈ છે. જો કે આ બંને ટીમ વચ્ચેની મેચ વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ બની રહી. જ્યાં સુધી કેશવ મહારાજે ચોગ્ગો ન ફટકાર્યો ત્યાં સુધી કોઈને ખબર નહતી કે કઈ ટીમ જીતશે. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના મોઢામાંથી કોળિયો છીનવી લીધો હતો.
સતત ચોથી હાર બાદ પાકિસ્તાન હાલ છઠ્ઠા નંબરે છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને આ મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે હજુ પણ બાબર સેના સેમી ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકે છે. પરંતુ તેણે બીજી ટીમો પર વધુ નિર્ભર રહેવું પડશે.
આ પ્રકારે સેમી ફાઈનલમાં જગ્યા બનાવી શકે
પાકિસ્તાને પોતાની ત્રણેય મેચ મોટા માર્જિન સાથે જીતવી પડે. તેમનું શેડ્યુલ આ રીતે છે....
31 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે મેચ
4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે મેચ
11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે મેચ
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ પોતાની આગામી 4માંથી 3 મેચ જીતવી પડે. તેમણે ન્યૂઝીલેન્ડને હરાવવું પડે અને અન્ય તમામ મેચ હારવી પડે. આવામાં ઓસ્ટ્રેલિયા 8 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ ખતમ કરશે જ્યારે પાકિસ્તાનના 10 પોઈન્ટ થાય.
બીજી બાજુ ન્યૂઝીલેન્ડ પોતાની બચેલી તમામ મેચ હારી જાય જ્યારે શ્રીલંકા અને અફઘાનિસ્તાન પોતાની 4 મેચોમાંથી ઓછામાં ઓછી 2 મેચ હારી જાય. આવામાં કીવી ટીમના લીગ સ્ટેજ બાદ 8 પોઈન્ટ જ રહી જશે જ્યારે બાબર સેના 10 પોઈન્ટ સુધી પહોંચી જશે. બીજી બાજુ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 10 અંક પર ટાઈ થાય તો તેમણે આશા કરવાની રહેશે કે કઈ મેચ તેમના હકમાં જાય અને તેમની નેટ રનરેટ સારી થાય. આ સ્થિતિ મુશ્કેલી જરૂરી છે પણ કહી શકાય કે પાકિસ્તાન માટે સેમી ફાઈનલમાં પહોંચવાની હજુ પણ તક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube