World cup 2023: પાકિસ્તાનના કાર્યક્રમમાં ત્રીજીવાર થઈ શકે છે ફેરફાર? વિશ્વકપના આયોજનમાં નવી મુશ્કેલી
ICC World cup 2023: ભારતમાં આ વર્ષે યોજનાર વનડે વિશ્વકપમાં પાકિસ્તાનના કાર્યક્રમમાં ફરી ફેરફારની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલાની તારીખમાં ફેરફાર કરી શકાય છે.
કોલકત્તાઃ આઈસીસી વનડે વિશ્વકપ 2023ના કાર્યક્રમમાં ફરી એકવાર ફેરફારની સંભાવના છે. આ ફેરફાર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચને લઈને થઈ શકે છે. નક્કી કાર્યક્રમ પ્રમાણે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટક્કર 12 નવેમ્બરે ઈડન ગાર્ડન્સમાં થશે. હકીકતમાં બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી) એ કાલી પૂજાના દિવસે સ્થાનીક સુરક્ષા એજન્સી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ વિશે આઈસીસીની રેકી ટીમને માહિતી આપી છે.
શનિવારે ઈડન ગાર્ડન્સ પહોંચેલી આ રેકી ટીમમાં આઈસીસીના છ અને બીસીસીઆઈના 11 અધિકારી સામેલ હતા. બીસીસીઆઈ અને આઈસીસીએ આ મેચની તારીખમાં ફેરફાર કરવો પડ્યો તો આ પાકિસ્તાનના કાર્યક્રમમાં ત્રીજો ફેરફાર હશે.
આ પહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ (અમદાવાદમાં 15ની જગ્યાએ 14 ઓક્ટોબર) અને શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન મેચ (હવે હૈદરાબાદમાં 12 ઓક્ટોબરની જગ્યાએ 10 ઓક્ટોબર) ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસે બીસીસીઆઈને કહ્યું હતું કે 15 ઓક્ટોબરે સુરક્ષાનું ધ્યાન રાખવું મુશ્કેલ હશે, જે દિવસે નવરાત્રિનો પ્રથમ દિવસ છે.
આ પણ વાંચોઃ BCCI: બીસીસીઆઈને થશે 82000000000 રૂપિયાની કમાણી, બની રહ્યો છે ખાસ પ્લાન
27 જૂને કાર્યક્રમ થયો હતો જાહેર
આઈસીસી અને બીસીસીઆઈએ 27 જૂને એક ભવ્ય સમારોહમાં કાર્યક્રમ જાહેર કર્યો હતો પરંતુ સંશોધિત કાર્યક્રમ હજુ જાહેર થયો નથી. કાલી પૂજા પશ્ચિમ બંગાળમાં બીજો મોટો તહેવાર છે અને હજારો સ્થાનીક ક્લબ આ ઉત્સહનું આયોજન કરે છે, જેમાં શહેરભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસની તૈનાતીની જરૂર હોય છે.
CAB પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલીએ કાર્યક્રમમાં ફેરફાર માટે કોઈપણ "સત્તાવાર વિનંતી"નો ઇનકાર કર્યો હતો પરંતુ બોર્ડના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કોલકાતા પોલીસે આ મુદ્દો પહેલેથી જ ઉઠાવી લીધો છે. એક વરિષ્ઠ CAB કાર્યકારી, જે BCCI અને ICCની 17-સભ્ય ટીમનો ભાગ હતા, તેણે કહ્યું, "કોલકાતા પોલીસે દિવાળીની મેચ માટે સુરક્ષા પૂરી પાડવાની ચિંતાઓ દર્શાવી છે. અમે આઈસીસી અને બીસીસીઆઈને તેને ફરીથી શેડ્યૂલ કરવા માટે જાણ કરી છે અને જો તેમ નહીં થાય તો અમે મુખ્યમંત્રીને જાણ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube