World Cup 2023: `ભારત ફાઇનલમાં હારશે, પાકિસ્તાન સેમિફાઇનલમાં પણ નહીં પહોંચે`, જાણો કોણે કહ્યું?
World Cup 2023 Prediction James Anderson: ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને વર્લ્ડ કપ 2023 માટે પોતાની ભવિષ્યવાણી કરી છે. તેમણે જણાવ્યું છે કે કઈ ટીમ સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે.
James Anderson on WC 2023: વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની ભવિષ્યવાણી સામે આવી છે. આ ભવિષ્યવાણીમાં તેણે જણાવ્યું છે કે કઈ ટીમો સેમીફાઈનલમાં પહોંચશે અને કઈ ટીમોએ પોતાનો રસ્તો શોધવો પડશે. તેણે ફાઇનલિસ્ટ ટીમો અને ચેમ્પિયન બનનાર ટીમના નામ પણ આપ્યા છે. એન્ડરસને આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વિશે પણ મહત્વની વાતો કહી છે.
બીબીસી સ્પોર્ટ્સ સાથે વાત કરતા એન્ડરસને કહ્યું, 'ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતની ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. પાકિસ્તાન નજીક પહોંચી જશે પણ સેમીફાઈનલથી દૂર રહેશે, ન્યુઝીલેન્ડ સાથે પણ આવું જ થશે. ઈંગ્લેન્ડ અને ભારત વર્લ્ડ કપની ફાઈનલ રમશે અને મને લાગે છે કે ઈંગ્લેન્ડ ભારતને કપરા મુકાબલામાં હરાવીને ચેમ્પિયન બનશે.
એન્ડરસને આ સમયગાળા દરમિયાન દક્ષિણ આફ્રિકા માટે પણ કંઈક ખાસ કહ્યું હતું. તેણે કહ્યું, 'સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની વનડે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે મને ખૂબ જ પ્રભાવશાળી લાગ્યું. તેમની પાસે મજબૂત બેટિંગ છે અને તેની પાસે બોલિંગમાં પણ સારા વિકલ્પો છે.
જેમ્સ એન્ડરસનની સાથે અન્ય ક્રિકેટ નિષ્ણાતોએ પણ બીબીસી સ્પોર્ટ્સ સાથે વાત કરતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ભૂતપૂર્વ ઇંગ્લિશ બોલર જોનાથન એગ્ન્યુએ ભારતને ચેમ્પિયન ગણાવ્યું અને દાવો કર્યો કે ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચશે. મહિલા વર્લ્ડ કપ વિજેતા એલેક્સ હાર્ટલીએ પણ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવાની ભવિષ્યવાણી કરી હતી. ભારતની સાથે તેણે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનને સેમિફાઈનલના દાવેદાર ગણાવ્યા હતા.
કોમેન્ટેટર આતિફ નવાઝે ઈંગ્લેન્ડને વિજેતા તરીકે અને ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સેમીફાઈનલ તરીકેની આગાહી કરી હતી. આ સાથે જ ટાઇમલ મિલ્સે પાકિસ્તાનને વિજેતા જાહેર કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર કાર્લોસ બ્રેથવેટે ઈંગ્લેન્ડને ચેમ્પિયન તરીકે પસંદ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube