પુણેઃ ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારીને ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપના ખાસ બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના ડી કોકે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે 114 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી, જો રૂટ, વિવિયન રિચર્ડ્સ જેવા બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. ક્વિન્ટન ડી કોકે વર્લ્ડ કપ 2023માં ચોથી વખત સદી ફટકારી છે. હવે વિશ્વ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં વિશ્વનો માત્ર એક જ બેટ્સમેન તેનાથી આગળ છે. આ બેટ્સમેન બીજું કોઈ નહીં પણ ભારતનો કેપ્ટન રોહિત શર્મા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે પુણેમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 116 બોલમાં 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે ક્વિન્ટન ડી કોક વર્લ્ડ કપ 2023માં 500થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ વર્લ્ડ કપની 7 મેચમાં 77.85ની એવરેજ અને 112.60ની સ્ટ્રાઈક રેટથી 545 રન બનાવ્યા છે. જેમાં 4 સદી સામેલ છે.


આ પણ વાંચોઃ વિશ્વકપ વચ્ચે વાનખેડેમાં સચિનના સ્ટેચ્યુનું અનાવરણ, અહીં રમી હતી છેલ્લી મેચ


ICC ODI વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં 5 સદી ફટકારી હતી. જ્યારે ક્વિન્ટન ડી કોકે હવે વર્લ્ડ કપ 2023માં 4 સદી ફટકારી છે. જો ડી કોક બીજી સદી ફટકારશે તો તે રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરશે.


જો વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાની વાત કરીએ તો તેમાં પણ રોહિત શર્મા નંબર-1 છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ 7 સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નર 6-6 સદી સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગના નામે 5-5 સદી છે. ક્વિન્ટન ડી કોક સહિત 6 બેટ્સમેનોએ 4-4 સદી ફટકારી છે. જેમાં સૌરવ ગાંગુલી, એબી ડી વિલિયર્સ, માર્ક વો, તિલકરત્ને દિલશાન અને મહેલા જયવર્દનેનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ ઈંગ્લેન્ડને લાગ્યો વધુ એક ઝટકો, વિશ્વકપ વચ્ચે સ્ટાર ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube