World Cup 2023: ઈંગ્લેન્ડને લાગ્યો વધુ એક ઝટકો, વિશ્વકપ વચ્ચે સ્ટાર ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત
David Willey: ડેવિડ વિલીએ લખ્યું કે ઈંગ્લેન્ડની જર્સી પહેરી મને હંમેશા ગર્વનો અનુભવ થયો. હું ખુબ ભાગ્યશાળી રહ્યો કે આ શાનદાર ટીમનો ભાગ રહ્યો, જ્યાં ઘણા મોટા ખેલાડીઓ સાથે રમવાની તક મળી.
Trending Photos
નવી દિલ્હીઃ David Willey Retirement: વિશ્વકપ બાદ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ પોસ્ટ દ્વારા વિલીએ કહ્યું કે વિશ્વકપ-2023 બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પોતાની પોસ્ટમાં ડેવિડ વિલીએ લખ્યું કે હું ક્યારેય નથી ઈચ્છતો કે આ દિવસ ક્યારેય આવે. યુવા ઉંમરથી ઈંગ્લેન્ડ માટે રમવાનું સપનું હતું. પરંતુ આ જાહેરાત કરતા મને સારૂ નથી લાગી રહ્યું કે આ વિશ્વકપ બાદ હું ક્રિકેટને અલવિદા કહી દઈશ.
ઈંગ્લેન્ડની જર્સી પહેરી હંમેશા ગર્વનો અનુભવ થયોઃ વિલી
ડેવિડ વિલીએ લખ્યું કે ઈંગ્લેન્ડની જર્સી પહેરી મને હંમેશા ગર્વનો અનુભવ થયો છે. હું ખુબ ભાગ્યશાળી રહ્યો કે આ શાનદાર ટીમનો ભાગ રહ્યો, ઘણા મોટા ખેલાડીઓ સાથે રમવાની તક મળી. આ રમત સાથે મારી અનેક ખાસ યાદો જોડાયેલી છે. આ દરમિયાન મારા ઘણા સારા મિત્રો બન્યા. પરંતુ મારા કરિયરમાં ઉતાર-ચઢાવ આવતા રહ્યાં. ઘણીવાર મુશ્કેલ સમયમાંથી પસાર થયો. સાથે ડેવિડ વિલીએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે વિશ્વકપમાં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન જારી છે, પરંતુ મારી નિવૃત્તિને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
England pacer has decided to call time on his international career at the end of #CWC23 🚨
Details 👇https://t.co/JUaGvQuY4v
— ICC (@ICC) November 1, 2023
ટીમના ખરાબ પ્રદર્શનથી મારા નિર્ણયને કોઈ લેવા-દેવા નથીઃ વિલી
ડેવિડ વિલીએ કહ્યું કે મને લાગે છે કે મારી પાસે ઓન ધ ફીલ્ડ અને ઓફ ધ ફીલ્ડ હજુ આપવા માટે ઘણું બાકી છે. હું મારી બેસ્ટ રમત રમી રહ્યો છું. પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનથી મારા નિર્ણયને કોઈ લેવાદેવા નથી. આ મારો અંગત નિર્ણય છે. આ વિશ્વકપ બાદ હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીશ નહીં. આંકડા જણાવે છે કે ડેવિડ વિલીએ 40 વનડે મેચ સિવાય, 43 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. વનડે ફોર્મેટમાં વિલીએ 94 વિકેટ ઝડપીછે. જ્યારે ટી20 ફોર્મેટમાં વિલીના નામે 51 વિકેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે