World Cup 2023:  દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદથી પ્રભાવિત વર્લ્ડ કપ મેચમાં નેધરલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 43 ઓવરમાં 8 વિકેટે 245 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 246 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો.  તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 42.4 ઓવરમાં 207 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા રવિવારે 15 ઓક્ટોબરે અફઘાનિસ્તાને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐશ્વર્ય અને વૈભવનો સ્વામી શુક્ર કરશે ગોચર, આ 3 રાશિઓ પર ધનનો વરસાદ થશે
દિવાળી પહેલાં જ ધનવાન બનશે આ 4 રાશિના લોકો, નવેમ્બરમાં રાતોરાત ચમકશે કિસ્મતનો તારો


નેધરલેન્ડે 245 રન ફટકાર્યા
સ્કોટ એડવર્ડ્સની કેપ્ટનશીપની ઇનિંગ્સની મદદથી, નેધરલેન્ડ્સે ખરાબ શરૂઆતમાંથી બહાર નીકળીને દક્ષિણ આફ્રિકા સામે વરસાદથી પ્રભાવિત ODI વર્લ્ડ કપ મેચમાં 43 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 245 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. વરસાદને કારણે રમત મોડી શરૂ થઈ, જેના કારણે મેચને 43 ઓવરની કરવામાં આવી. વાદળછાયું વાતાવરણ હતું અને દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાગીસો રબાડા, માર્કો યાનસેન અને લુંગી એનગિડીએ સાનુકૂળ પરિસ્થિતિઓનો લાભ લઈને નેધરલેન્ડનો સ્કોર 34મી ઓવરમાં સાત વિકેટે 140 સુધી ઘટાડી દીધો હતો. આ ત્રણ ઝડપી બોલરોએ બે-બે વિકેટ લીધી હતી.


આ મગજની બિમારી માટે રિસ્ક ફેક્ટર પર નાખો નજર, અવગણશો તો થઇ જશો ભગવાનને પ્યારા!
5 આયુર્વેદિક ઉપાયોથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ કરો દૂર,ક્યારેય નહીં આવે હાર્ટ એટેક!


દક્ષિણ આફ્રિકાએ છેલ્લી પાંચ ઓવરમાં 68 રન આપ્યા
જોકે દક્ષિણ આફ્રિકાના બોલરો અંતિમ ઓવરોમાં રન ફ્લો રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. તેણે છેલ્લી પાંચ ઓવરમાં 68 રન આપ્યા હતા. એડવર્ડ્સે 69 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 78 રન બનાવ્યા હતા. તે પછી બીજો સર્વોચ્ચ સ્કોર એક્સ્ટ્રાના રન (32)નો હતો. એડવર્ડ્સને નીચલા ક્રમના બેટ્સમેનોનો સારો સાથ મળ્યો. તેણે રીલોફ વાન ડેર મર્વે (19 બોલમાં 29 રન) સાથે આઠમી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. દસમા નંબરના બેટ્સમેન આર્યન દત્તે 9 બોલમાં 23 અણનમ રનનું યોગદાન આપ્યું હતું.


સ્કૂટર આપશે 100Km માઈલેજ : આ નાની કીટ લગાવો, 1 કિલોમીટરનો આવશે 70 પૈસા ખર્ચ
IIM મુંબઈમાં MBAની ફી 21 લાખ રૂપિયા : આખા દેશમાં અમદાવાદની સૌથી વધુ


યાનસેન મેક્સ ઓડોઉડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો
રબાડાએ મેચના તેના પ્રથમ બોલ પર વિક્રમજીત સિંહ (02)ને આઉટ કર્યો, જ્યારે યાનસેને તેના ઓપનિંગ પાર્ટનર મેક્સ ઓડોઉડ (18)ને છ બોલ પછી પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રબાડાએ સ્ટાર ઓલરાઉન્ડર બાસ ડી લીડે (02)ને LBW આઉટ કર્યો હતો. આ રીતે નેધરલેન્ડની ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવવાને કારણે મુશ્કેલીમાં મુકાતી દેખાતી હતી.


હવે તમને 400 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, ગેસ સિલિન્ડર ધારકોની સુધરી ગઈ દિવાળી
EPF Tips: નોકરી બદલતાંની સાથે જ ક્યારેય ના ઉપાડશો PF, આટલું થશે નુકસાન
સરકારી બેંકના ગ્રાહકો 31 ઓક્ટોબર પછી પૈસા ઉપાડી શકશે નહીં, ડેબિટ કાર્ડ બંધ થશે


એડવર્ડ્સે રબાડા પર પુલ કરીને સિક્સર ફટકારી
એડવર્ડ્સ અને દક્ષિણ આફ્રિકા તરફથી 26 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા વાન ડર મર્વે જવાબી હુમલાની રણનીતિ અપનાવી જે કારગર સાબિત થઇ. એડવર્ડ્સે રબાડાને ખેંચીને સિક્સર ફટકારી હતી. તેણે સ્પિનર ​​કેશવ મહારાજ પર સ્વીપ અને રિવર્સ સ્વીપ કરીને રન બનાવ્યા. આ પછી આર્યન દત્તે પણ પોતાની ટૂંકી ઇનિંગ્સમાં ત્રણ સિક્સર ફટકારી હતી.

Whatsapp Scam: વોટ્સએપ પર જોબ ઓફર લઇને આવી એક છોકરી, પછી છોકરાને કહ્યું- પૈસા ખૂબ છે, પ્રેમ જોઇએ...
Money Plant Tips: મની પ્લાન્ટ લગાવ્યા બાદ પણ તંગીમાં પસાર થાય છે જીવન? આ વાતોને ધ્યાન રાખવાથી દિવસ-રાત વરસશે રૂપિયા
Navratri 2023: ખબર છે...અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube