IIM મુંબઈમાં MBAની ફી 21 લાખ રૂપિયા : આખા દેશમાં અમદાવાદની સૌથી વધુ, જાણશો તો ચક્કર આવશે

IIM Mumbai MBA Fees: તાજેતરમાં IIM નો દરજ્જો  મેળવનાર IIM મુંબઈ જેને MBA કોર્સની ફી નક્કી કરી છે. તેની ફી IIM અમદાવાદ, કલકત્તા અને બેંગ્લોર પછી સૌથી વધુ છે.
 

IIM મુંબઈમાં MBAની ફી 21 લાખ રૂપિયા : આખા દેશમાં અમદાવાદની સૌથી વધુ, જાણશો તો ચક્કર આવશે

IIM Mumbai MBA Fees : MBA કરવા માંગતા લોકો માટે એક કામના સમાચાર છે. IIM મુંબઈએ તેની ફી વધારીને 21 લાખ રૂપિયા કરી દીધી છે. નેશનલ IIM નો દરજ્જો મળ્યા બાદ મળેલી પ્રથમ બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ (NITIE) હતું. ફીની બાબતમાં IIM અમદાવાદ, IIM કલકત્તા અને બેંગ્લોર પછી હવે IIM મુંબઈ આવી ગયું છે.

IIM અમદાવાદના MBA કોર્સની ફી રૂ. 31.5 લાખ, IIM કલકત્તાની રૂ. 31 લાખ અને IIM બેંગ્લોરની રૂ. 24.5 લાખ છે. IIM મુંબઈમાં MBA કોર્સ આગામી શૈક્ષણિક સત્ર 2024-25 થી શરૂ થશે.

પ્રવેશ CAT સ્કોર પર આધારિત હશે
IIM મુંબઈના MBA પ્રોગ્રામમાં પ્રવેશ કોમન એડમિશન ટેસ્ટ (CAT) દ્વારા થશે. CATની પરીક્ષા 26મીએ યોજાવાની છે. તેનું પરિણામ જાન્યુઆરી 2024ના બીજા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. CAT પરીક્ષા માટે 3.3 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ વર્ષે આઈઆઈએમનો દરજ્જો મળ્યો
IIM મુંબઈ અગાઉ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ (NITIE) હતું. આ વર્ષે ઓગસ્ટમાં સંસદના એક એક્ટ દ્વારા તેને મેનેજમેન્ટ કોલેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

IIM અમદાવાદની ફી સૌથી વધુ
દેશભરના તમામ IIMમાં IIM અમદાવાદની ફી સૌથી વધુ છે. અહીં MBA પ્રોગ્રામ માટે 31.5 લાખ રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ પછી IIM કલકત્તા આવે છે. અહીં MBA પ્રોગ્રામની ફી 31 લાખ રૂપિયા છે. સૌથી વધુ ફીના મામલામાં ત્રીજું સ્થાન IIM બેંગ્લોરનું છે. અહીં MBA કરવા માટે 24.5 લાખ રૂપિયા ફી ચૂકવવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news