નવી દિલ્હીઃ ICC ODI World Cup 2023: વનડે વિશ્વકપ 2023માં અત્યાર સુધી 37 મેચ પૂરી થઈ ચુકી છે. ભારત અને સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે અને બાકી બે સ્થાન માટે ચાર ટીમો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે એક સ્ટાર ખેલાડીએ ચોંકાવનારો ખુલાવો કર્યો છે. આ ખેલાડીએ જણાવ્યું કે તે એક ગંભીર બીમારીની ઝપેટમાં આવી ગયો છે. તે ટીમ માટે આગામી મેચ રમશે કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યો આ ખેલાડી
વિશ્વકપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની આગામી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો સ્ટાર બેટર સ્ટીવ સ્મિથ એક ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે. જેનું નામ વર્ટિગો જણાવવામાં આવી રહ્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી આ ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યો છે. પરંતુ સ્ટીવ સ્મિથને આશા છે કે તે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચમાં ટીમનો ભાગ હશે. 


આ પણ વાંચોઃ 10 મેચ, 40 સિક્સર અને 500 રન કરી કોહરામ મચાવનારની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી


સ્ટીવ સ્મિથે ખુદ કર્યો ખુલાસો
સ્ટીવ સ્મિથે મુંબઈમાં સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે હું છેલ્લા કેટલાક દિવસથી ચક્કરની સમસ્યાનો સામનો કરી રહ્યો છું. આશા છે કે હું અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમી શકીશ. રાહ જોઈ રહ્યો છું પરંતુ આ સમયે હું અસ્વસ્થ છું. હું તમને જણાવી શકુ છું કે આ સારો અનુભવ નથી. 


શું હોય છે વર્ટિગો?
 વર્ટિગો એક પ્રકારથી બેલેન્સ ડિસઓર્ડર એટલે કે સંતુલ બનાવવા સંબંધિત છે. વર્ટિગોમાં વ્યક્તિ અચાનક અસહજ અનુભવ કરવા લાગે છે અને અચાનક ચક્કર આવવા લાગે છે. આવી સ્થિતિમાં પડવા અને ફ્રેક્ચર થવાનું જોખમ ખુબ વધી જાય છે. જે લોકોને વર્ટિગોની સમસ્યા હોય છે, તે મોટા ભાગે ઘરમાં જ રહેવા લાગે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube