નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં રાષ્ટ્રીય ટીમની ભાગીદારી પર નિર્ણય કરવા માટે વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સમિતિ શરીફને પોતાની ભલામણો સોંપતા પહેલા ભારત અને પાકિસ્તાનના સંબંધોના દરેક પાસાં, રમત અને રાજનીતિને અલગ રાખવાની સરકારની નીતિ તથા ખેલાડીઓ, અધિકારીઓ, પ્રશંસકો અને મીડિયા માટે ભારતમાં સ્થિતિ પર ચર્ચા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના સંરક્ષક પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેને આશા છે કે પાકિસ્તાન પાંચ ઓક્ટોબરથી શરૂ થનારી મેગા ઈવેન્ટ માટે ભાગનો પ્રવાસ કરશે. પીસીબીએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધ હોવાને કારણે આ મુખ્ય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ટીમની ભાગીદારી સરકારની મંજૂરી પર નિર્ભર કરશે. 


આ પણ વાંચોઃ BCCIની જાહેરાત, બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે : બેઠકમાં બદલાયા નિયમો


સમિતિના અન્ય સભ્યોમાં ખેલ મંત્રી અસહાન મઝારી, મરિયમ ઔંરગઝેબ, અસદ મહમૂદ, અમીન ઉલ હક, કમર જમાન કૈરા અને પૂર્વ રાજદ્વારી તારિક ફાતમી સામેલ છે. સંબંધિત મંત્રીઓએ પીસીબીને પહેલા સંકેત આપ્યો છે કે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવામાં આવશે, જે આ મેચ સ્થળોનું નિરીક્ષણ કરશે જ્યાં પાકિસ્તાને મેચ રમવાની છે. ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ જકા અશરફ અને મુખ્ય કાર્યકારી અધિકારી સલમાન તાસીર આઈસીસીની બેઠકમાં ભાગ લેવા ડરબન જશે. 


આ બેઠકમાં અશરફ ભારતના સુરક્ષા કારણોનો હવાલો આપીને વારંવાર પોતાની ટીમને ભારત મોકલવાથી ઈનકાર કરવાનો મુદ્દો ઉઠાવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો 15 ઓક્ટોબરે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. પાકિસ્તાન પોતાની બે પ્રેક્ટિસ મેચ હૈદરાબાદમાં રમશે અને ત્યારબાદ આ સ્થળ પર નેધરલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ વિશ્વકપની મેચ રમશે. તેની ટીમ ચેન્નઈ, બેંગલુરૂ અને કોલકત્તામાં પોતાની મેચ રમવાની છે. ભારત અને પાકિસ્તાન એશિયા કપ અને આઈસીસી ટૂર્નામેન્ટમાં જ આમને-સામને રમે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube