BCCIની જાહેરાત, બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે : બેઠકમાં બદલાયા નિયમો

Two Bouncer in An Over: શનિવારે જાહેર કરવામાં આવેલી મીડિયા રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ આગામી ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટ્સમેન અને બોલરો વચ્ચે બેલેન્સ જાળવવા માટે એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકવાની મંજૂરી આપી છે.

BCCIની જાહેરાત, બોલર એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકી શકશે : બેઠકમાં બદલાયા નિયમો

BCCI New rules: એપેક્સ કાઉન્સિલમાં BCCIએ નિર્ણય લીધો છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં (Syed Mushtaq Ali Trophy) બોલરો એક ઓવરમાં 1 નહીં પરંતુ 2 બાઉન્સર ફેંકી શકશે. આ સિવાય BCCI એ અન્ય ઘણા મહત્વના નિર્ણયો લીધા છે.

એપેક્સ કાઉન્સિલની 18મી બેઠક શુક્રવારે મુંબઈમાં યોજાઈ હતી. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બોલરો અને બેટ્સમેન વચ્ચે યોગ્ય બેલેન્સ રહે માટે BCCIએ જાહેરાત કરી છે કે હવે બોલરો સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં એકને બદલે 2 બાઉન્સર ફેંકી શકશે. કાઉન્સિલે એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા ટીમના પ્રવેશને મંજૂરી આપી હતી. આ સિવાય અન્ય ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે.

શનિવારે જાહેર કરવામાં આવેલી મીડિયા રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે BCCIએ આગામી ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટ્સમેન અને બોલરો વચ્ચે બેલેન્સ જાળવવા માટે એક ઓવરમાં 2 બાઉન્સર ફેંકવાની મંજૂરી આપી છે.  આ સૈયદ અલી મુશ્તાક અલી ટ્રોફીની 16મી સીઝન હશે. આ ટુર્નામેન્ટ 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રમાશે.

આ સિવાય બીસીસીઆઈએ કહ્યું છે કે ટોસ પહેલા ટીમ 4 અવેજી ખેલાડીઓ સાથે પ્લેઈંગ ઈલેવન પસંદ કરી શકે છે અને ટીમ મેચ દરમિયાન કોઈપણ સમયે તેના ઈમ્પેક્ટ પ્લેયરને મેદાનમાં ઉતારી શકે છે. આ માટે કોઈ ઓવર લિમિટ નથી. એવું કહેવામાં આવ્યું હતું કે BCCI હવે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે પુરુષ અને મહિલા ટીમને ચીન મોકલશે. આ માટે જે ખેલાડીઓને વર્લ્ડ કપમાં તક મળી નથી. માત્ર તેમની પસંદગી કરવામાં આવશે.

એપેક્સ કાઉન્સિલમાં અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ક્રિકેટ સ્ટેડિયમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવશે. તે 2 તબક્કામાં ચાલશે. પ્રથમ ICC ODI વર્લ્ડ કપની મેચો જ્યાં યોજાશે તે સ્ટેડિયમમાં સુધારો કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં અન્ય સ્ટેડિયમોને અપગ્રેડ કરવામાં આવશે. જ્યાં વર્લ્ડ કપની મેચો રમાશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news