નવી દિલ્હીઃ India 2023 ODI World Cup Squad: 5 ઓક્ટોબરથી ભારતમાં આયોજીત વનડે વિશ્વકપ-2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ નક્કી થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે પસંદગીકારોએ આગામી વનડે વિશ્વકપ માટે ભારતની 15 સભ્યોની ટીમ ફાઈનલ કરી લીધી છે. એશિયા કપ માટે જે 18 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે, તેમાંથી ત્રણ ખેલાડીઓનું પત્તું કપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ત્રણ ખેલાડીઓને વિશ્વકપમાં જગ્યા ન મળી
એશિયા કપ માટે પસંદ કરવામાં આવેલી 18 સભ્યોની ટીમના ત્રણ ખેલાડીઓને વિશ્વકપમાં જગ્યા મળી નથી. રિપોર્ટ પ્રમાણે મિડલ ઓર્ડર બેટર તિલક વર્મા, ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને વિકેટકીપર બેટર સંજૂ સેમસનને વિશ્વકપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી. 


કેએલ રાહુલ ફિટ
BCCI ની મેડિકલ ટીમે વિકેટકીપર બેટર કેએલ રાહુલને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરી દીધો છે. તે જલદી શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આ સાથે વિશ્વકપમાં તેને રમવાનો માર્ગ મોકળો બની ગયો છે. 


આ પણ વાંચોઃ કેએલ રાહુલની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ, આ ખેલાડીએ બંધ કર્યો દરવાજો!


આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી
વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમમાં સાત બેટરોને રાખવામાં આવ્યા છે. તેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશન સામેલ છે. તો ત્રણ ઓલરાઉન્ડર, એક મુખ્ય સ્પિનર અને ચાર ફાસ્ટ બોલરોને જગ્યા મળી છે. તેમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા સામેલ છે. ફાસ્ટ બોલરની વાત કરીએ તો મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે. 


2023 વનડે વિશ્વકપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube