Asia Cup 2023: કેએલ રાહુલની ટીમ ઈન્ડિયામાં વાપસી મુશ્કેલ, આ ખેલાડીએ બંધ કર્યો દરવાજો!
એશિયા કપમાં નેપાળ વિરુદ્ધ રમાાર મેચ પહેલા કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે, પરંતુ પ્લેઇંગ 11માં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમ આ સમયે એશિયા કપ માટે શ્રીલંકામાં છે. જ્યાં પ્રથમ મેચમાં ભારતની ટક્કર પાકિસ્તાન સામે થઈ હતી. આ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. જેમાં બંનેને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો છે. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાનો બેટર કેએલ રાહુલ બહાર રહ્યો હતો. તે ઈજાને કારણે ભારતમાં છે. પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે, પરંતુ પ્લેઇંગ-11માં તેની વાપસી મુશ્કેલ લાગી રહી છે.
આ ખેલાડીને કારણે નહીં મળે જગ્યા!
કેએલ રાહુલની ટીમ ઈન્ડિયામાં લાંબા સમય બાદ વાપસી થવાની છે. બીસીસીઆઈએ કહ્યું હતું કે રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નથી. હવે ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચશે તો રાહુલ પસંદગી માટે ઉપલબ્ધ થઈ જશે. પરંતુ ઈશાન કિશન કેએલ રાહુલ માટે ખતરો બની શકે છે. પાકિસ્તાન વિરુદ્ધ રદ્દ થયેલી મેચમાં તેણે શાનદાર 82 રનની ઈનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરના ધબડકા બાદ ઈશાન કિશને ઈનિંગ સંભાળી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તેવામાં રોહિત શર્મા ફોર્મમાં રહેલા કિશનને ડ્રોપ કરવાનું જોખમ લેશે નહીં.
ઈશાન કિશનની યાગદાર ઈનિંગ
પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ઈશાન કિશને 81 બોલમાં 82 રન ફટકાર્યા હતા. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયા 66 રનમાં ચાર વિકેટ ગુમાવી સંઘર્ષ કરી રહી હતી, ત્યાં ઈશાન કિશને હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડર પર અનેક સવાલો ઉઠી રહ્યાં હતા, પરંતુ હાર્દિક અને ઈશાનની ઈનિંગે તેનો જવાબ આપી દીધો છે. તેવામાં હવે ટીમ ઈન્ડિયામાં રાહુલની વાપસી મુશ્કેલ લાગી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે