અમદાવાદઃ India Vs Australia world cup final Narendra Modi Stadium: આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2023 હવે સમાપ્ત થવાનો છે. આ ટૂર્નામેન્ટનો સૌથી રોમાંચક મુકાબલો એટલે કે ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટે ધર્મ ગણતા દેશ માટે આજની રાત ભારે છે. આઈસીસી વિશ્વકપ ફાઈનલ માટે પ્રાઇઝ મનીની જાહેરાત કરી ચુકી છે. તે હેઠળ 84 કરોડ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. કાલની મેચ કોણ જીતશે? કોને ખબર. વિજેતા ટીમ અને ખેલાડીઓને શું-શું મળશે? તેનાથી અલગ ભારતીય સીઈઓએ ક્રિકેટ પ્રેમની મિસાલ રચતા ટીમ ઈન્ડિયાના વિશ્વકપ જીતવા પર પોતાના ગ્રાહકોને 100 કરોડ રૂપિયા વેચવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુનીત ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જેમાં તેમણે વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાના વિશ્વ ચેમ્પિયન બનવાની પોતાની યાદો શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે એસ્ટ્રોટોક યૂઝર્સને મોટુ વચન પણ આપી દીધુ. પુનીત ગુપ્તાએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા આ વખતે વિશ્વકપ જીતવામાં સફળ થાય છે તો તેની કંપની એસ્ટ્રોટોક 100 કરોડ રૂપિયા પોતાના યૂઝર્સને વેચશે. 


આ પણ વાંચોઃ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા 100થી વધુ VVIP આવશે અમદાવાદ, PM મોદી સાથે આ નામો છે યાદીમા


2011ની યાદો તાજી કરી
સીઈઓ પુનીતે 2011 વિશ્વકપમાં ભારતની જીતની યાદો તાજી કરતા જણાવ્યું- છેલ્લે જ્યારે ભારતે વર્ષ 2011માં વિશ્વ કપ જીત્યો હતો ત્યારે તે કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતા. આ દિવસ તેના જીવનમાં સૌથી વધુ ખુશી આપનાર દિવસમાંથી એક હતો. તે મેચ તેમણે તેના મિત્રોની સાથે કોલેજની નજીક એક ઓડીટોરિયમમાં જોઈ હતી. દિવસભર તે તણાવમાં હતા. મેચ પહેલાની રાત્રે મેચ અને તેની રણનીતિ વિશે ચર્ચા કરી, જેથી સારી રીતે સૂઈ શક્યા નહીં. 


પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું- જ્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતી. મારા રૂવાંડા ઉભા થઈ ગયા. ઘણા સમય સુધી આ અહેસાસ રહ્યો. મેં મારા મિત્રોને ગળે લગાવ્યા. અમે બાઇકથી ચંડીગઢમાં ચક્કર લગાવવા નિકળી પડ્યા. અમે ચાર રસ્તા પર અજાણ્યા લોકોની સાથે ભાંગડા કર્યાં. આ દરમિયાન જે મળ્યા તેને ગળે લગાવવામાં આવ્યા.


કઈ રીતે આવ્યો 100 કરોડ વેચવાનો વિચાર?
પુનીતે જણાવ્યું કે પાછલા રાત તે વિચારતા રહ્યાં કે જો ઈન્ડિયા જીતે તો હું શું કરીશ? પાછલા વિશ્વકપમાં કેટલાક મિત્રો હતા, જેની સાથે હું ખુશી શેર કરી શકતો હતો. પરંતુ આ વખતે ઘણા એસ્ટ્રોટોક યૂઝર્સ છે, જે અમારા માટે મિત્રો જેવા છે. તેવામાં મારે મારી ખુશી તેની સાથે શેર કરવી જોઈએ. તેવામાં આઈડિયા મળી ચુક્યો હતો. તેથી મેં 100 કરોડ રૂપિયા યૂઝર્સને આપવાનું નક્કી કર્યું. હું તે માટે મારી ફાઇનાન્સ ટીમ સાથે વાચ કરી ચુક્યો છું. તેવામાં જો ટીમ ઈન્ડિયા વિશ્વ કપ જીતે તો તેના વોલેટમાં 100 કરોડ રૂપિયા વેચવાનું કહ્યું છે. તેથી આવો ટીમ ઈન્ડિયાની જીતની પ્રાર્થના કરીએ અને તેનો ઉત્સાહ વધારતા ચિયર અપ કરીએ. 


આ પણ વાંચોઃ ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં થશે ફેરફાર, 7 વિકેટ લેનાર બોલર થશે બહાર!


ક્રિકેટ ટીમો અને ખેલાડીઓને મળશે આટલી રકમ
વિજેતા ટીમને 4 મિલિયન ડોલર મળશે. તેને ભારતીય રૂપિયા પ્રમાણે જુઓ તો આશરે 33 કરોડ રૂપિયા થશે. ફાઈનલમાં હારનારી ટીમને 2 મિલિયન ડોલર મળશે. સેમીફાઈનલમાં હાનારી બંને ટીમોને 8-9 લાખ ડોલર મળશે. તો ગ્રુપ સ્ટેજ બાદ એલિમિનેટર થનારી ટીમોને એક-એક લાખ ડોલર મશશે. ગ્રુપ સ્ટેજ પર મેચ જીતનારી ટીમોને 40 હજાર ડોલર મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube