વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા 100થી વધુ VVIP આવશે અમદાવાદ, PM મોદી સાથે આ નામો છે યાદીમાં

IND vs AUS Final: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ જોવા માટે 100 થી VVIP લોકો અમદાવાદ આવશે. જેમાં સિંગાપોર, અમેરિકા અને યુએઈના રાજદૂતોનો સમાવેશ થાય છે.
 

વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા 100થી વધુ VVIP આવશે અમદાવાદ, PM મોદી સાથે આ નામો છે યાદીમાં

ICC World Cup 2023 Final: ICC વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ રવિવારે (19 નવેમ્બર) ના રોજ અમદાવાદ, ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો હાજર રહેશે. સાથે જ 100 થી વધુ VVIP પણ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનશે.

આ VVIP લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 8થી વધુ રાજ્યોના સીએમ સામેલ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિમંડળ પણ મેચ જોવા અમદાવાદ આવશે. સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ભૂતપૂર્વ ન્યાયાધીશો પણ મેચ જોવા સ્ટેડિયમમાં જશે. આ ઉપરાંત સિંગાપોર, અમેરિકા અને યુએઈના રાજદૂતો પણ ફાઈનલ જોવા અમદાવાદ આવશે.

કેન્દ્રીય મંત્રી સ્ટેડિયમ પહોંચશે
આ ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પણ પરિવાર સાથે મેચ જોવા આવશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરબીઆઈ ગવર્નર, ગુજરાત, તમિલનાડુ અને ઘણા રાજ્યોના ધારાસભ્યો પણ મેચ જોવા માટે અમદાવાદ જશે. આ જ સમયે, બોલિવૂડના ઘણા કલાકારો પણ સ્ટેડિયમમાં જોવા મળશે.

આ મેચ જોવા આવનાર VVIP મહેમાનોની યાદી છે
અનુરાગ સિંહ ઠાકુર,
જ્યોતિરાદિત્ય સિંધિયા
RBI ગવર્નર શક્તિકાંત દાસ
આસામના સીએમ હિંમત બિસ્વા સરમા
ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ
ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત ફિલિપ ગ્રીન
નીતા અંબાણી
સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય રાજ્યની અદાલતોના ન્યાયાધીશો
યુએઈના રાજદૂત અબ્દુલનાસર જમાલ અલશાલી
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા
યુએસએ એમ્બેસેડર એરિક ગારસેટી
સિંગાપોરના ગૃહ પ્રધાન સંગમ
તમિલનાડુ યુટી કલ્યાણ રમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિન
લક્ષ્મી મિત્તલ

મેચ પહેલાં સ્ટેડિયમને શણગારવામાં આવ્યું 
નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેચ પહેલા સ્ટેડિયમને ખૂબ સજાવવામાં આવ્યું છે. તેમાં અનેક પ્રકારની લાઈટો લગાવવામાં આવી છે.

ભારતીય ટીમ અજેય 
ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ હારી નથી. લીગ મેચમાં પોતાની તમામ મેચ જીતનારી ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news