World Cup 2023: ટ્રેન્ટ બોલ્ટે વિશ્વકપમાં બનાવ્યો રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ મેળવી મોટી સિદ્ધિ
World Cup 2023: ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે વિશ્વકપમાં ઈતિહાસ રચી દીધો છે. શ્રીલંકા વિરુદ્ધ ગુરૂવારે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિશ્વકપ મેચ દરમિયાન કીવી બોલર ટ્રેન્ટ બોલ્ટે રેકોર્ડ બનાવ્યો છે. નોંધનીય છે કે બોલ્ટે વિશ્વકપના ઈતિહાસમાં 50 વિકેટ પૂરી કરી છે.
World Cup 2023: ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે વિશ્વકપમાં ઈતિહાસ રચી દીધો છે. શ્રીલંકા વિરુદ્ધ ગુરૂવારે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિશ્વકપ મેચ દરમિયાન કીવી ફાસ્ટ બોલરે એક રેકોર્ટ બનાવ્યો છે. નોંધનીય છે કે ટ્રેન્ટ બોલ્ટ વિશ્વકપના ઈતિહાસમાં 50 વિકેટ પૂરી કરનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. ટ્રેન્ટ બોલ્ટ આ સાથે વિશ્વ ક્રિકેટના દિગ્ગજ બોલરોના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.
ટ્રેન્ટ બોલ્ડે વિશ્વકપમાં બનાવ્યો રેકોર્ડ
શ્રીલંકા વિરુદ્ધ ગુરૂવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી વિશ્વકપ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કુસલ મેન્ડિસને આઉટ કરતા રેકોર્ડ બનાવી દીધો છે. ન્યૂઝીલેન્ડનો સ્ટાર બોલર વિશ્વકપના ઈતિહાસમાં 50 વિકેટ લેનારો છઠ્ઠો બોલર બની ગયો છે. સાથે વિશ્વકપમાં 50 વિકેટ ઝડપનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે.
આ પણ વાંચોઃ વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક છે Rohit Sharma, બની જશે વર્લ્ડ કપના સૌથી મહાન બેટ્સમેન!
ODI વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
1. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) - 71
2. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) - 68
3. મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) - 59
4. લસિથ મલિંગા (શ્રીલંકા) - 56
5. વસીમ અકરમ (પાકિસ્તાન) - 55
6. ટ્રેન્ટ બોલ્ટ (ન્યુઝીલેન્ડ) - 52
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરી કરી 600 વિકેટ
ન્યૂઝીલેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે આ સિવાય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ પણ પૂરી કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ પૂરી કરનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો બોલર બની ગયો છે. ટ્રેન્ટ બોલ્ટ પહેલા ડેવિયલ વિટોરી અને ટિમ સાઉદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ ઝડપી ચુક્યા છે. ટિમ સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 731 વિકેટ લીધી છે. જ્યારે ડેનિયલ વિટ્ટોરીએ 705 વિકેટ ઝડપી હતી. બોલ્ટ અત્યાર સુધી 601 વિકેટ લઈ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube