Watch Video: ચાલુ મેચમાં આખરે કઈ વાત પર વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે થઈ તૂ તૂ મે મે?
મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ જે વાયરલ થઈ ગઈ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ધમાકેદાર રમતનું પ્રદર્શન કર્યું છે. શરૂઆતની ચાર મેચ જીતીને વિજય અભિયાન આગળ વધારી રહેલી ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમવા માટે ધરમશાળા પહોંચી હતી. અહીં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો. મેચ દરમિયાન બે ઉપરાઉપરી ઝટકા તો ભારતને મળી ગયા પરંતુ ત્યારબાદ રચિન રવિન્દ્ર અને ડેરેલ મિચેલ જામી ગયા. વિકેટ ન પડ્યા બાદ મેદાન પર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા થઈ જે વાયરલ થઈ ગઈ.
આઈસીસી વનડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ઉપર બધાની નજર જામેલી છે. બંને ટીમ વચ્ચે મેચ બ્લોકબસ્ટર મુકાબલો ગણવામાં આવી રહ્યો હતો. મેચમાં ભારતને શાનદાર શરૂઆત પણ મળી હતી. જલદી જલદી વેકિટ પણ મળી. પણ ત્રીજી વિકેટ માટે રવિન્દ્ર અને મેચેલે 159 રનની શાનદાર ભાગીદારી કરી. આ જોડીને તોડવા માટે કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે લાંબી ચર્ચા થઈ. જેનો વીડિયો સામે આવ્યો છે.
રોહિત અને વિરાટ વચ્ચે ચર્ચા
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી વનડે વર્લ્ડ કપની મેચમાં 31મી ઓવર બાદ ચર્ચાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા બોલિંગ અને ફિલ્ડિંગ લગાવવા અંગે યોજના પર વાત કરી રહ્યા છે. રચિન રવિન્દ્ર અને ડેરેલ મિચેલ 68-68 રન બનાવીને રમી રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્માને કોઈ વાતનું સૂચન કરી રહ્યા હતા જે તેઓ માનવા નહતા માંગતા. આ ચર્ચામાં સતત બંને એકબીજાની વાતને કાપતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયાનું કમ બેક
ન્યૂઝીલેન્ડની ટીમે 205 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી અને ત્યાંથી ભારતીય બોલરોએ જબરદસ્ત વાપસી કરી. મોહમ્મદ શમીએ બોલિંગ કરતા પાંચ વિકેટ પૂરી કરી અને ન્યૂઝીલેન્ડની આખી ટીમ માત્ર 273 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ. કુલદીપ યાદવે 2 વિકેટ જ્યારે બુમરાહ અને સિરાજે 1-1 વિકેટ લીધી. ભારતે આ મેચ 4 વિકેટથી જીતી લીધી અને હાલ ટેબલ ટોપર બની ગયું છે.