ODI World Cup-2023, India vs Pakistan: ટીમ ઈન્ડિયા આ વર્ષે વનડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ ICC ટૂર્નામેન્ટને લઈને રવિવારે પાકિસ્તાન તરફથી એક સૌથી મોટું અપડેટ આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને ભારત મોકલવા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વીર અમર રહેજો! CM ભૂપેન્દ્ર પટેલે અર્પી શ્રદ્ધાંજલિ, પરિવારજનોનો આક્રંદ


ભારત આવશે પાકિસ્તાનની ટીમ 
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી રવિવારે એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કે અમારી ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત આવશે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ આ અંગે નિવેદનો આપ્યા હતા. હવે વિદેશ મંત્રાલયે બધું સ્પષ્ટ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે વિશ્વકપની સૌથી ચર્ચિત મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પાકિસ્તાન સરકારે આખરે 'મેન ઇન ગ્રીન'ને ICC વર્લ્ડ કપ-2023 માટે ભારત પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે.


VIDEO: ગોપાલ નમકીન ખાતા પહેલા ચેતી જજો! જૂનાગઢના સરમા ગામે વાટકાના પેકિંગમાં નીકળી..


'રમતને રાજકારણ સાથે જોડવી ન જોઈએ'
વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું, 'પાકિસ્તાન સતત કહે છે કે રમતને રાજકારણ સાથે ભેળવવી ન જોઈએ. તેથી, અમે આગામી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમવા માટે અમારી ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન માને છે કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ તેની આંતરરાષ્ટ્રીય રમત-સંબંધિત જવાબદારીઓને પૂર્ણ કરવામાં અવરોધ ન આવે.


પાવાગઢ જવાના હોવ તો આ તારીખો ખાસ નોંધી લેજો: ભક્તો માટે બંધ રહેશે 5 દિવસ આ સુવિધા


સુરક્ષા પર વાતચીત
જોકે, પાકિસ્તાન સરકારે પોતાની ક્રિકેટ ટીમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું, 'અમે આ ચિંતાઓ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ભારતીય અધિકારીઓને જાણ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારત મુલાકાત દરમિયાન તેમની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે વડાપ્રધાન શેહબાઝ શરીફ દ્વારા રચવામાં આવેલી સમિતિએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક પ્રતિનિધિમંડળ મોકલવા પર વિચાર કર્યાના દિવસો બાદ આ નિવેદન આવ્યું છે.


400 કિલોનું તાળું, 4 ફૂટની ચાવી; રામ મંદિર માટે બનાવાયું વિશ્વનું સૌથી મોટું તાળું


એશિયા કપને લઈને વાત બની નહોતી
અગાઉ એશિયા કપમાં ભાગ લેવાને લઈને ઘણો વિવાદ થયો હતો. વાસ્તવમાં એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી પરંતુ ભારતે તેમની ટીમને પાડોશી દેશમાં મોકલવાની ના પાડી દીધી હતી. બાદમાં નક્કી થયું કે ભારતની મેચો અને સેમી ફાઈનલ-ફાઈનલ શ્રીલંકામાં યોજાશે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, સૂત્રોએ એમ પણ કહ્યું કે પાકિસ્તાન સુરક્ષા પ્રતિનિધિમંડળ મોકલવા માટે ભારત અને ICCનો સંપર્ક કરશે. એવું કહેવામાં આવ્યું છે કે જો પ્રતિનિધિમંડળ મોકલવા માટે સંમત થશે તો તે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારતની મુલાકાત લેશે.


શું તમને પણ ઘૂંટણની સમસ્યાથી પરેશાન છો? આહારમાં લેવાની શરૂ કરી દો આ 5 વસ્તુઓ